વિજય રૂપાણી, નીતિન પટેલને મસ્ત સમાચાર મળી શકે છે, ગુજરાતથી....

PC: moneycontrol.com

રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને TMCના વરિષ્ઠ નેતા ડેરેક ઓ'બ્રાયન સહિત ઘણા દિગ્ગજ નેતાઓનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં ગોવાની એક, ગુજરાતની 3 અને પશ્ચિમ બંગાળની 6 બેઠકોનો સમાવેશ થાય છે. આ ચૂંટણી માટે 13 અને 24 જુલાઈએ મતદાન થવાનું છે. પરિણામ 24 જુલાઅએ જાહેર કરી દેવામાં આવશે. જે સભ્યોનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે, તેમાં વિનય ડી. તેડુંલકર પણ સામે છે, જેઓ ગોવાની સીટથી સાંસદ હતા.

ઉપરાંત ગુજરાતથી એસ. જયશંકર, જુગલસિંહ લોંખડવાલા અને દિનેશઅનવાડિયા છે, જેમનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. આ વચ્ચે એવું જાણવા મળ્યું છે કે વિદેશ મંત્રી એસ. જયશંકરને ફરી એકવાર ગુજરાત રાજ્યસભામાં મોકલાશે. સીનિયર લીડર અને લાંબા સમય સુધી ગુજરાતના મંત્રી રહી ચૂકેલા નીતિન પટેલને પણ રાજ્યસભામાં મોકલવાની તૈયારી છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ રાજ્યસભામાં મોકલાશે.ચૂંટણી પંચનું કહેવું છે કે 10 સભ્યોમાંથી કેટલાંકનો કાર્યકાળ 28 જુલાઇએ તો કેટલાંક 18 ઓગસ્ટે નિવૃત થઇ રહ્યા છે.

ભાજપ પશ્ચિમ બંગાળમાં પણ એક રાજ્યસભા સીટ જીતવાની સ્થિતિમાં નથી, જે અત્યાર સુધી કોંગ્રેસ પાસે હતી. હવે જોવાનું એ રહેશ કે બંગાળથી ભાજપ કોઇ સ્થાનિક નેતાને તક આપે છે કે પછી કોઇ રાષ્ટ્રીય સ્તરના નેતાને મોકલે છે. બંગાળની સીટ પરથી કોંગ્રેસના પ્રદીપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ 18 ઓગસ્ટે પુરો થાય છે. પરંતુ 2021ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 77 સીટ મેળવી હતી, જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખુલ્લી શક્યું નહોતું. એ જોતા ભાજપ એ સીટ જીતી શકવાની સ્થિતિમાં છે.

હવે રાજ્યસભાનું ગણિત જોઇએ તો આ ચૂંટણીમાં કોઇ વધારે ફેરફારની શક્યતા નથી. એપ્રિલ 2024માં કુલ 56 સીટો પર રાજ્યસભાની ચૂંટણી થવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણી પછી કેટલોક ફેરફાર જોવા મળી શકે છે. અત્યારે રાજ્યસભાની ક્ષમતા 238ની છે, જ્યારે જમ્મૂ-કાશ્મીરની 4 સીટ, બંગાળની એક અને બે નામાંકિત સભ્યોની બેઠકો હાલમાં ખાલી છે. રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા 245 છે. ભાજપ હાલમાં 93 સાંસદો સાથે રાજ્યસભામાં સૌથી મોટો પક્ષ છે અને કોંગ્રેસ 31 સભ્યો સાથે બીજા ક્રમે છે. TMCના 12, DMK અને AAPના 10-10 સાંસદો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp