ભીખ માગીને 7 વર્ષમાં મંદિરને કર્યું 8 લાખનું દાન, બોલ્યા- દાનને લીધે આવક વધી

PC: thehindu.com

આંધ્રપ્રદેશના વિજયવાડામાં મંદિરમાં ભીક્ષા માગનારા 73 વર્ષના એક વૃદ્ધ ભિક્ષુકે પાછલા 7 વર્ષ દરમિયાન લગભગ 8 લાખ રૂપિયાનું દાન મંદિરને આપ્યું છે. તેમનું કહેવું છે કે, મંદિરમાં દાન આપવાને કારણે તેમની આવકમાં પણ વધારો થયો છે. મંદિર પ્રશાસને ભિક્ષુકની દાનશીલતાના વખાણ કર્યા અને જણાવ્યું કે, તેમની મદદથી એક ગૌશાળાનું પણ નિર્માણ કરવાના છે.

જાણકારી અનુસાર, 73 વર્ષના યાદી રેડ્ડી મંદિરની બહાર ભીક્ષા માગવાનું કામ કરે છે. આ પહેલા તેઓ પોતાના ગુજરાન માટે 4 દશકા સુધી રીક્ષા ખેંચીને ચલાવતા હતા. પણ ઘૂંટણની તકલીફને કારણે તેમણે એ કામ છોડવું પડ્યું અને મંદિરની બહાર ભીખ માગવા પર મજબૂર થવું પડ્યું.

રેડ્ડીએ કહ્યું, મેં 40 વર્ષ સુધી રીક્ષા ખેંચવાનું કામ કર્યું છે. સૌથી પહેલા મેં 1 લાખ રૂપિયા સાંઈ બાબા મંદિરના અધિકારીઓને દાન તરીકે આપ્યા હતા. જ્યારે મારી તબિયત બગડી, ત્યારે મને પૈસાની વધારે જરૂરત મહેસૂસ નહોતી થતી. એવામાં મેં મંદિરમાં વધારે પૈસા દાન કરવાનો નિર્ણય લીધો.

બધી જ આવક દાનમાં આપીશઃ

રેડ્ડીએ જણાવ્યું કે, જ્યારથી તેમણે મંદિરમાં પૈસા દાનમાં આપવાના શરૂ કર્યા છે, તેમની આવક વધી છે. મંદિરમાં દાન કરવાને કારણે લોકો મને ઓળખે છે. અત્યાર સુધીમાં મેં મંદિરને 8 લાખ રૂપિયા દાન કર્યા છે. હું મારી બધી કમાણી મંદિરને દાન કરી દઈશ.

મંદિરના એક અધિકારીએ કહ્યું કે, અમે લોકો તેમની દાનની રકમના સહારે ગૌશાળા બનાવવાનું કામ કરી રહ્યા છે. અમે લોકો કોઈની પાસેથી ડોનેશન માગતા નથી પણ લોકો સ્વેચ્છાએ મંદિરમાં પૈસા દાન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp