સફાઇકર્મીનું મોટું કારનામું- દારૂ માટે રદ્દીમાં વેચી સરકારી ફાઇલ, આ રીતે પકડાયો

PC: bhaskar.com

આમ તો સરકારી વિભાગોમાં ફાઇલોનું મહત્ત્વ સૌથી વધુ હોય છે. આ જ ફાઈલો પાસ કરાવવા કે આગળ વધારવાની પરેશાનીમાં લાગ્યા રહે છે, પરંતુ કાનપુરમાં વિકાસ ભવનના સરકારી કર્મચારીઓની બેદરકારીના કારણે એવી ઘણી ફાઈલો ભંગારમાં જતી રહી. એ પણ એટલે કેમ કે સફાઇકર્મીને દારૂ ખરીદવા માટે પૈસાની જરૂરિયાત હતી. તે એ ફાઈલોને ભેગી કરતો અને ભંગરમાં વેચી રહ્યો હતો. કાનપુરમાં વિકાસ ભવનમાં તૈનાત સફાઇકર્મી મોહને સમાજ કલ્યાણ, ઉદ્યાન અને નેડા વિભાગની ઘણી ફાઈલો સહિત વૃદ્ધ પેન્શન, પારિવારિક લાભની અરજીઓના અનેક બંડલ રદ્દીમાં વેચી દીધા.

તેણે આ બધુ દારૂ ખરીદવા માટે પૈસાઓની વ્યવસ્થા કરવા માટે કર્યું. એવું તે ઘણા સમયથી કરી રહ્યો હતો. આ અંગે ખુલાસો ત્યારે થયો, જ્યારે ઉત્તર પ્રદેશ નેડાના એક કર્મચારીએ મોહનને આ ફાઈલોની અરજી પત્રોના કોથળામાં ભરતો જોયો હતો. મોહન પકડાઈ ગયો. તેની પાસે ઉપસ્થિત કોથળાને છીનવી લેવામાં આવ્યો અને જોયું તો તેમાં અનેક મહત્ત્વપૂર્ણ ફાઈલો મળી. હોબાળો મચવા પર અન્ય કર્મચારી પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જ્યારે આ લોકો એ વાતની જાણકારી મળી હતી. તો અનેક ફાઈલો ગાયબ થવાનો ખુલાસો થયો.

સામે આવ્યું કે સમાજ કલ્યાણ વિભાગના કમ્પ્યુટર રૂમમાં વૃદ્ધ પેન્શનની અરજીઓની બંડલ ઘણા સમયથી ગાયબ હતું. વિભાગના કર્મચારીઓને લાગ્યું હતું કે બંડલ ઓફિસમાં ક્યાંક રાખ્યું હશે, તેની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ બંડલ મળી રહ્યું નહોતું. તેમને એ ખબર નહોતી કે બંદલને વેચી દેવામાં આવ્યું છે. આ અંગેનો ખુલાસો થવા પર વિકાસ ભવનમાં હાહાકાર મચી ગયો. જાણકારી CDOને આપવામાં આવી. તેમણે તાત્કાલિક પ્રભાવથી સફાઇકર્મી મનોજને સસ્પેન્ડ કરી દીધો.

સાથે જ તેની વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. કેસનો ખુલાસો થયા બાદ બધા વિભાગોના જવાબદાર અધિકારી એક-બીજા પર બેદરકારી દેખાડવાનો આરોપ લગાવતા નજરે પડ્યા. દરેક પોતાનું પલ્લું ઝાડતું નજરે પડ્યું. તો CDOએ બેદરકારી રાખનારા વિભાગો પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું છે. ઘટના બાદ વિકાસ ભવનના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનાની તપાસ CCTV કેમેરાઓથી કરાવવામાં આવશે. જ્યારે કેમેરાની ફૂટેજ સામે આવી જશે તો દોષીઓના ચહેરા પણ નજરે પડી જશે. જો કે, એક મોટો સવાલ એ પણ છે કે આખરે અધિકારીઓને કર્મચારીઓના આ કારનામાની ખબર કેમ ન પડી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp