'..તો અમે કંગનાનું સમર્થન કરીશું', કોંગ્રેસના ધારાસભ્યએ આવું કેમ કહ્યું

PC: hindustantimes.com

2024ની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ હિમાચલ પ્રદેશની મંડી સીટથી પ્રસિદ્ધ એક્ટ્રેસ કંગના રણૌતને ટિકિટ આપવામાં આવી છે. કંગના રણૌતને ઉમેદવાર બનાવવા પર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતના સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટથી એક આપત્તિજનક પોસ્ટ કરી. તેને લઈને ભાજપે કોંગ્રેસને જોરદાર ઘેરી છે. એવામાં હવે હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમદિત્ય સિંહે કંગનાને બહેન બતાવતા આ મુદ્દા પર તેમના સમર્થન કરવાની વાત કહી દીધી છે, પરંતુ વિક્રમાદિત્યએ કંગનાએ એક સવાલ પણ પૂછ્યો છે.

વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે, કંગના રણૌતજી એક પ્રસિદ્ધ એક્ટ્રેસ છે. અમે તેનું ખૂબ માન સન્માન કરીએ છે. અમે તેને પોતાની બહેનનો દરજ્જો આપીએ છીએ. જો કોઈ પણ તેના પર અભદ્ર ટિપ્પણી કરે છે તો અમે તેનો વિરોધ કરીશું. પરંતુ આ સવાલ તેમને (કંગના)ને પૂછવામાં આવે કે જો તેઓ પોતાને મંડીની દીકરી કહે છે, તો જ્યારે હિમાચલમાં આ શતાબ્દીની સૌથી મોટી આપત્તિ આવી તો તેઓ પોતાના લોકો સાથે કેમ ન દેખાઈ? આ સવાલ મંડીની જનતા ભાજપના ઉમેદવારને પૂછશે.

વિક્રમાદિત્ય સિંહે આગળ કહ્યું કે, અમારા કેટલાક સિદ્ધાંત છે. અમારા રાજનીતિક વિરોધી છે. મુદ્દાઓને લઈને તેમનો વિરોધ હશે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની ટીકા ટિપ્પણી કરે છે, તો અમે તેના માટે કંગના રણૌતજીનું સમર્થન કરીશું. આ વાત હું ઓન રેકોર્ડ કહી રહ્યો છું. જ્યાં સુધી જે ટ્વીટ દિલ્હીથી થઈ છે, તેનું ખંડન તેઓ (સુપ્રિયા શ્રીનેત) પહેલા જ કરી ચૂક્યા છે કે આ પોસ્ટ તેમણે કરી નથી, પરંતુ આગામી સમયમાં જો એવી કોઈ પરિસ્થિતિ બને છે તો અમે તેનું (કંગના રણૌતનું) સમર્થન કરશે.

કંગના રણૌતે કોંગ્રેસ નેતાઓની આપત્તિજનક ટિપ્પણીઓને શુક્રવારે પાર્ટી પર તીખો પ્રહાર કર્યો. તેણે મંડી સંસદીય ક્ષેત્રમાં એક રોડ શૉ સાથે પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરી. કંગનાએ વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે, ભાજપનો મુખ્ય એજન્ડા વિકાસ છે. સરકાઘાટમાં પોતાની પહેલી રેલીમાં એક્ટ્રેસે તેના પર અને મંડીને લઈને કોંગ્રેસ નેતાની આપત્તિજનક ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જે દીકરીઓ અને બહેનોના ભાવ લગાવે છે તેઓ તમારા ક્યારેય નહીં હોય શકે.

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત અને એચ.એસ. અહીરના સોશિયલ મીડિયા હેન્ડલ પર કંગના રણૌત અને મંડીને લઈને આપત્તિજનક ટીપ્પણીઓ પોસ્ટ કરવાથી વિવાદ ઊભો થઈ ગયો હતો કંગના રણૌતે રોડ શૉ દરમિયાન કહ્યું કે, મંડીનું નામ માંડવ ઋષિ અને પરાશર ઋષિના નામ પર રાખવામાં આવ્યું છે, જેમણે અહી તપસ્યા કરી હતી. અહી સૌથી મોટો શિવરાત્રિ મેળો છે. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે લોકો મંડી બાબતે કંઇ નથી જાણતા, તેઓ અશોભનીય ટીપ્પણીઓ કરી રહ્યા છે. કંગના રણૌતે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ હિન્દુ શક્તિને ખતમ કરવા માગે છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારી શક્તિની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp