'ગામની વહુ બની IPS ઓફિસર?', ફૂલ-હારથી સ્વાગત; હવે પોલીસે FIR શા માટે નોંધી?

PC: jagran.com

લખનઉની એક યુવતીએ દારાનગર ગામના રહેવાસી યુવક સાથે લગ્ન કર્યા છે. થોડા દિવસો પહેલા તે યુનિફોર્મ પહેરીને ગામમાં આવી હતી અને પોતાને IPS જાહેર કરી હતી. ગામલોકોએ પણ IPS પુત્રવધૂનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, પરંતુ જ્યારે તેમને સાચી વાતની ખબર પડી ત્યારે તેઓ ચોંકી ગયા હતા.

આલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દારાનગર ગામમાં એક મહિલા છેલ્લા કેટલાક દિવસોથી પોતાને IPS ગણાવતી હતી. તે ગામના એક યુવક સાથે આવી હતી. લોકો છેતરાઈ ગયા, કારણ કે, તેણે UP પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો અને તેના પર IPS લખેલું હતું. અનેક લોકોએ તેનું સ્વાગત પણ કર્યું હતું. તેણે તેના સોશિયલ મીડિયા પર ફોટો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે તે ગામની વહુ, IPS છે. એક મીડિયા સૂત્રએ સોમવારે આ છેતરપિંડી જાહેર કરી હતી. આના પર આલાપુર પોલીસે હવે મહિલા વિરુદ્ધ FIR નોંધી છે. જોકે, આ અગાઉ પોલીસે યુવતીને પોલીસ સ્ટેશન બોલાવી હતી અને કોઈ કાર્યવાહી કર્યા વિના તેને છોડી દીધી હતી. જેના કારણે પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

આલાપુર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર રામવીર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR અનુસાર માહિતી મળી હતી કે, દારાનગર ગામના રહેવાસી નેમપાલની પત્ની કાજલ યાદવના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે ફોટા જોતા જાણવા મળ્યું કે, કાજલ યાદવે ઉત્તર પ્રદેશ પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો, જેના પર IPS લખેલું હતું. આ સાથે ગામના લોકો તેને ગામની IPS પુત્રવધૂ માનીને ફૂલો અને હાર પહેરાવીને સ્વાગત કરી રહ્યા છે. આ રીતે તે ગામના નિર્દોષ લોકોને છેતરી રહી છે અને લોકસેવકનો યુનિફોર્મ પહેરીને તેનો દુરુપયોગ કરી રહી છે.

ગામમાં તપાસ દરમિયાન ખબર પડી કે યુવતી કાજલ યાદવ મૂળ લખનઉની છે. તેના લગ્ન આઠ માસ પહેલા દારાનગરના એક યુવક સાથે થયા હતા. યુવક ગાઝિયાબાદની એક કંપનીમાં નોકરી કરે છે. બંને એક એપ દ્વારા સંપર્કમાં આવ્યા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, આ જ કાજલ યાદવના કેટલાક વધુ ફોટા 12 નવેમ્બરની આસપાસ વાયરલ થયા હતા. આ અંગેની ફરિયાદ SSP ડો.O.P.સિંઘને કરવામાં આવી હતી. SSPના આદેશ પર, આલાપુર પોલીસ સ્ટેશને આ મામલે તપાસ કરી હતી, પરંતુ તે સમયે પોલીસને કહેવામાં આવ્યું હતું કે, આ ફોટો કાજલે મેળામાં ખેંચાવ્યો હતો. તે જ ફોટા છે. પરંતુ હવે જે ફોટા સામે આવ્યા છે, તેમાં કાજલ યાદવનું ગામમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને અલગ-અલગ લોકો સાથે તેણે લીધેલી સેલ્ફીનો સમાવેશ થાય છે.

જો પોલીસ ઇચ્છતી હોતે, તો તેઓ લોકોને છેતરવા અને ગેરમાર્ગે દોરવા બદલ IPC કલમ 420, 203 વગેરે હેઠળ FIR દાખલ કરી શકી હોત, પરંતુ તેમ કરવામાં આવ્યું ન હતું. આ અંગે આલાપુરના ઇન્સ્પેક્ટર ધનંજય સિંહે જણાવ્યું કે, વાયરલ થયેલા ફોટામાં જોવા મળેલા ગુનાના આધારે FIR નોંધવામાં આવી છે. જો તપાસ દરમિયાન વધુ તથ્યો અને આક્ષેપો જણાશે તો કલમ વધારીને કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp