રાહુલ ગાંધી નહીં આ વ્યક્તિને PM બનતા જોવા માગે છે વીનેશ ફોગાટ, કારણ પણ જણાવ્યું

PC: scroll.in

મારું સપનું છે અને હું ઇચ્છું છું કે પ્રિયંકા ગાંધી દેશના વડાપ્રધાન બને. આ વાત ભારતીય રેસલર વીનેશ ફોગાટે કહી છે. તેમણે કહ્યું કે, હું વાસ્તવિકતા બતાવવા માગું છું અને એજ મારું સપનું છે કે પ્રિયંકા ગાંધી દેશના વડાપ્રધાન બને. આ વાત હું એક મહિલા હોવાના સંબંધે કહી રહી છું. વીનેશ ફોગાટને જ્યારે પૂછવામાં આવ્યું કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીમાંથી તમે કોને વડાપ્રધાન તરીકે જોવા માગો છો? આ સવાલનો જવાબ આપતા વીનેશ ફોગાટે કહ્યું કે, મારું સપનું છે કે પ્રિયંકા ગાંધી દેશના વડાપ્રધાન બને.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, રાહુલ ગાંધી કેમ નહીં? તો વીનેશ ફોગાટે કહ્યું કે, રાહુલ પણ બને, તેઓ પણ સારા વ્યક્તિ છે, પરંતુ મારું સપનું છે કે પ્રિયંકા ગાંધી વડાપ્રધાન બને. વીનેશ ફોગાટે તેની પાછળનું કારણ પણ બતાવ્યું. વીનેશ ફોગાટે કહ્યું કે, મહિલા હોવાના સંબંધે અને જ્યારે આગળ વધે છે તો મને અલગ જ ખુશી થાય છે. 

વીનેશ ફોગાટને પૂછવામાં આવ્યું કે, તમે ક્યારેક મુખ્યમંત્રી બનવા માગશો? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે હું વર્તમાનમાં જીવનારી છોકરી છું. તેની બાબતે મેં ક્યારેય વિચાર્યું નથી અને ન તો ક્યારેય વિચારીશ. જો ચૂંટણી જીતીને મારી પ્રાથમિકતા પુલ, રસ્તા, પાણી અને ખેલાડીઓના મુખ્ય મુદ્દા હશે. જેનું સમાધાન કરવા સાથે જ આ મુદ્દાઓ પર સારા કામ કરવા એ મારી પ્રાથમિકતા હશે.

સાક્ષી મલિક રાજકારણમાં કેમ ન આવી? આ સવાલ પર વીનેશ ફોગાટે કહ્યું કે, સાક્ષી મલિકનું રાજનીતિમાં ન આવવું અંગત નિર્ણય છે. તેણે કે બજરંગે સાક્ષીને રાજકારણમાં આવવા દબાવ નાખ્યો નથી. જો કોઇ પણ ફિલ્ડને પસંદ કરો છો તો, જ્યારે રેસલિંગને પસંદ કરી ત્યારે પણ અમારો નિર્ણય હતો. હવે અમે સ્પોર્ટ્સ છોડીને રાજકારણમાં આવ્યા છીએ તો પણ અમારો આ અંગત નિર્ણય છે. ન તો અમે સાક્ષી પર દબાવ નાખી શકીએ છીએ ન તે નાખી શકે છે. અમારી લડાઇ એક છે. અંત સુધી અમારું એક જ લક્ષ્ય રહેશે. જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી અમારી લડાઇ ચાલુ રહેશે.

હરિયાણાના જિંદ જિલ્લામાં આવતી જુલાના સીટ પરથી કોંગ્રેસે વીનેશ ફોગાટને, ભાજપે પૂર્વ કેપ્ટન યોગેશ બૈરાગી અને JJPએ પોતાના હાલના ધારાસભ્ય અમરજીત સિંહ ઢાંડાને મેદાનમાં ઉતાર્યા હતા. આમ આદમી પાર્ટીએ પોતાના હાલના ધારાસભ્ય કવિતા દલાલને ટિકિટ આપી હતી. જ્યારે જુલાનાની લડાઇમાં 2 મહિલા પહેલવાન સાથે પૂર્વ પાયલટ અને ધારાસભ્ય અમરજીત સિંહ ઢાંડા મેદાનમાં હતા. પણ આ બધાને મ્હાત આપીને વિનેશે ચૂંટણી જીતી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp