મિડનાઇટ રનર પ્રદીપ મહેરાને મળી આર્થિક મદદ, તો શોપિંગ બ્રાન્ડે માતાની કરી સહાય

PC: zeenews.com

જ્યારથી નોઇડામાં દોડનારા યુવાન પ્રદીપ મહેરાનો મોડી રાતે દોડવાનો વીડિયો વાયરલ થયો, ત્યારથી ઘણાં સોશિયલ મીડિયા યૂઝર્સે પ્રદીપને નાણાકીય સહાય કરવાની રજૂઆત કરી છે. એવામાં હવે રિટેલ બ્રાન્ડ શોપર્સ સ્ટોપે પ્રદીપને તેની માતાની સારવાર માટે અને તેના સપના પૂરા કરવામાં મદદ કરવા માટે 2.5 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે.

હોસ્પિટલમાં ચાલી રહી છે પ્રદીપની માતાની સારવાર

જણાવીએ કે પ્રદીપની માતાને ટીબી છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શોપર્સ સ્ટોપની આ મદદની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

સેનામાં સામેલ થવાનું સમણુ

વાયરલ વીડિયોમાં પ્રદીપ મોડી રાતે નોઇડામાં રસ્તા પર દોડતો જોવા મળ્યો હતો. જેની પાસે નાની બેગ અને હાથમાં મોબાઈલ ફોન હતો. જ્યારે તેને કારમાં ઘર સુધી પહોંચાડવાની વાત કહેવામાં આવી તો પ્રદીપે મદદ લેવાની ના પાડી દીધી અને કહ્યું તે સેનામાં જોડાવવા ગે છે. માટે પોતાને શારીરિક રીતે ટ્રેઇન્ડ(સક્ષમ) કરવા માટે સેક્ટર 16થી પોતાના ઘર બરોલા સુધી રોજ રાતે લગભગ 10 કિમી દોડે છે. એ પૂછવા પર કે તે શા માટે મોડી રાતે ભાગી રહ્યો છે, તો પ્રદીપ કહે છે કે, સેનામાં સામેલ થવા માટે. ભાગતા ભાગતા પ્રદીપે એવું પણ કહ્યું કે, સવારે તેણે કામ પર જવાનું હોય છે અને ભોજન બનાવવાનું હોય છે. માટે સવારે દોડવાનો સમય મળતો નથી.

વીડિયો વાયરલ થવા પહેલા કહી હતી આ વાત

પ્રદીપે વીડિયોમાં કહ્યું કે, તેની માતા અલ્મોડા હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે તે પોતે નોઇડામાં પોતાના મોટા ભાઈ સાથે રહે છે. જે એક કંપનીમાં રાતની શિફ્ટ દરમિયાન કામ કરે છે. જ્યારે તેને કહેવામાં આવ્યું કે વીડિયો ક્લિપ વાયરલ થઇ જશે તો પ્રદીપે જવાબ આપ્યો, કોણ ઓળખવાનું છે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp