102 kmphની ઝડપે દોડ્યો ચિત્તો, જોઇ લો શાનદાર વીડિયો

PC: ndtv.com

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના વીડિયો જોનારો એક આખો અલગ વર્ગ છે. તાજેતરમાં ચીત્તાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. આ વીડિયોમાં ચીત્તો પોતાની અદ્ભૂત શક્તિ અને ગતિનીથ દોડી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર થઈ રહ્યો છે. આ વીડિયો ભારતના ફોરેસ્ટ સર્વિસ ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. તેમણે આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, ચીત્તાને દોડતો જોવો એક અદ્ભૂત અનુભવ છે.

 

ભારત આફ્રીકી એસપીને ફરી સામિલ કરવા માટે યોજના બનાવી રહ્યો છે. ભારતમાં એશિયાઈ ચીત્તો અંતિમ વખત 1951માં કોરિયા જિલ્લમાં ભાગતો જોવા મળ્યો હતો. ભારતમાં સૌ કોઈ પ્રજનનની સફળતા માટે પ્રાર્થના કરે. સુશાંતે આ વીડિયો તા.4 ફેબ્રુઆરીએ શેર કર્યો હતો. આ વીડિયો 15000થી વધારે વખત જોવાઈ ચૂક્યો છે. આ સાથે જ 2 હજાર લાઈક્સ અને 500થી વધારે વખત તે રિટ્વિટ થયો છે. વર્ષ 1952માં ચીત્તાને લુપ્ત થતી પ્રજાતિની યાદીમાં જાહેર કરવામાં આવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp