પાઉડર છાંટ્યો અને ક્ષણવારમાં બેગ ગાયબ, CCTV ફૂટેજમાં જુઓ ખૂજલી ગેંગની કરતૂક
ઉત્તર દિલ્હી જિલ્લાની સ્પેશિયલ સ્ટાફ અને સદર પોલીસ સ્ટેશનની પોલીસે ખૂજલી ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે. વાયરલ વીડિયોના આધાર પર પોલીસે કાર્યવાહી કરતા બંને આરોપીઓને પકડ્યા છે. આ આરોપી કોઇના શરીર પર સફેદ પાઉડર નાખ્યા બાદ તેનું ધ્યાન ભટકાવીને લૂંટફાટ અને ઝાપટમારીની ઘટનાને અંજામ આપતા હતા. પોલીસે આ કાર્યવાહી સદર વિસ્તારનો એક વીડિયો વાયરલ થયા બાદ કરી. પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઇને આરોપીઓ સુધી પહોંચી, અત્યાર સુધી પોલીસને આ મામલામાં કોઇ ફરિયાદ મળી નથી. હાલમાં પોલીસ બંને આરોપીની પૂછપરછ કરી રહી છે.
જો તમે પણ ભીડભાડવાળા વિસ્તારમાં જઇ રહ્યા છો અને અચાનક તમારા શરીરમાં જેલસી કે ખૂજલી થવા લાગે તો તમે પણ સાવધાન થઇ જાવ. ક્યાંક તમને પણ પાઉડર ગેંગના શિકાર બની ન જવાય. આ રીતે ઘટના સદર સહિત ભીડભાડવાળા વિસ્તારમાં હાલના દિવસોમાં થઇ રહી છે. આ પ્રકારનો વધુ એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો હતો, જેમાં એક વ્યક્તિ પર કેટલાક આરોપી પાઉડર નાખતા નજરે પડી રહ્યા છે. પાઉડરના કારણે એ વ્યક્તિ અચાનક પોતાના શરીર પર ખંજવાડે છે એટલે તેનું ધ્યાન પોતાની પાસેના સામાનની જગ્યાએ પોતાના શરીરમાં થઇ રહેલી જેલસી અને ખંજવાળ તરફ જતું રહે છે અને તેનો ફાયદો ઉઠાવીને આરોપી બેગ છીનવીને ફરાર થઇ જાય છે.
दिल्ली में 'खुजली' वाला गैंग सक्रिय...
— Amandeep Pillania (@APillania) July 15, 2024
गैंग का व्यक्ति पीछे से खुजली वाला पाउडर डालता है. खुजली मचते ही व्यक्ति हाथ में पकड़ा सामान नीचे रख कर कपड़े उतारता है और खुजाने लग जाता है इतने में गैंग के लोग सब सामान गायब कर देते हैं। pic.twitter.com/0zvQM9OI4S
આ વીડિયો દિલ્હી પોલીસ પાસે પણ પહોંચ્યો, પરંતુ અત્યાર સુધી આ મામલે પોલીસને કોઇ ફરિયાદ મળી નથી. એ છતા પોલીસે સ્વતઃ સંજ્ઞાન લેતા આ મામલે કાર્યવાહી કરી અને મોટી સફળતા પણ હાંસલ કરી. પોલીસે વાયરલ ફૂટેજના આધાર પર જ કાર્યવાહી કરતા આરોપીઓની ઓળખ કરી અને આખરે પૂછપરછ કરતા પોલીસ એ આરોપીઓ સુધી પહોંચી ગઇ, જેમણે ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓની ઓળખ મુન્ના અને રાજેન્દ્રના નામે થઇ છે.
ये देखो सदर बाज़ार में “खुजली गैंग” ने कितना आतंक मचाया हुआ था।
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) July 14, 2024
लेकिन समय रहते @DcpNorthDelhi ने दो लोगों को गिरफ़्तार कर लिया गया। https://t.co/LEW57v5C0j pic.twitter.com/b6tuFZwAxn
सदर बाज़ार में खुजली गैंग की कमर तोड़ने के लिए बहुत बहुत धन्यवाद @DcpNorthDelhi 💪🏾@CPDelhi @Ravindra_IPS @LtGovDelhi https://t.co/H71XbLwNcn pic.twitter.com/SJ73XviGKQ
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) July 14, 2024
આ બંને પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઇગુડીના રહેવાસી છે અને પશ્ચિમ બંગાળમાં તેમણે અગાઉ પણ ઘણી ઘટનાઓને અંજામ આપ્યો, પરંતુ દિલ્હી પહોંચીને અત્યારે તેમણે આ રીતે ઘટનાને અંજામ આપવાની શરૂઆત કરી હતી કે આ બંને પોલીસ પકડમાં આવી ગયા. આ મામલે અત્યાર સુધી પોલીસ પાસે કોઇ ફરિયાદ પહોંચી નથી. પોલીસની અપીલ છે કે આ ઘટના જે વ્યક્તિ સાથે થઇ છે એ પોલીસ સ્ટેશને આવીને સંપર્ક કરે, ફરિયાદ આપે, જેથી પોલીસ આગળની કાર્યવાહી કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp