ભારે ખેંચતાણ પછી અંતે તેલંગણાનું પાટનગર નક્કી કરાયું

PC: hindustantimes.com

આંધ્ર પ્રદેશની રાજધાની હવે વિશાખાપટ્ટનમ હશે. મંગળવારે CM જગન મોહન રેડ્ડીએ તેની જાહેરાત કરી દીધી. તેલંગણાથી અલગ થયા બાદથી સતત પ્રદેશની નવી રાજધાની જાહેર કરવાની માંગણી થઈ રહી હતી. વિશાખાપટ્ટનમ ઉપરાંત કુરનૂલ અને અમરાવતી પણ આંધ્ર પ્રદેશની રાજધાની બનવાની રેસમાં હતા પરંતુ, સરકારે વિશાખાપટ્ટનમને પસંદ કર્યું. વિશાખાપટ્ટનમ આંધ્ર પ્રદેશનું સૌથી મોટું શહેર છે. તેને પ્રદેશની આર્થિક રાજધાની પણ કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે, આ શહેર ભાગ્યનું શહેર અને પૂર્વી તટના ઘરેણાં તરીકે પણ જાણીતું છે.

વિશાખાપટ્ટનમ હાઈવે, હવાઈ, રેલ અને જળમાર્ગ સાથે જોડાયેલું છે. કનેક્ટિવિટી સારી હોવાની સાથે શહેરની આર્થિક ક્ષમતા પણ વધુ છે, અહીં સંપન્ન પોર્ટ, ઈસ્પાત સંયંત્ર અને આઈટી ઉદ્યોગની સાથે એક પ્રમુખ આર્થિક કેન્દ્ર છે. આ શહેર પ્રાકૃતિક સુંદરતા માટે પણ જાણીતું છે. તે દેશના પ્રમુખ પર્યટન સ્થળોમાં સામેલ છે. સરકાર શહેરમાં પાયાના ઢાંચામાં સુધાર કરવા માટે નિવેશ કરી રહી છે જેથી, તેને વ્યવસાયો અને નિવેશકો માટે વધુ સુલભ અને આકર્ષક બનાવી શકાય.

વિશાખાપટ્ટનમ આંધ્ર પ્રદેશનું સૌથી મોટું શહેર છે. તે નિવેશનું મોટું કેન્દ્ર બની શકે છે. આથી, તેલંગણાથી અલગ થયા બાદથી સતત વિશાખાપટ્ટનમને મુખ્ય રાજધાની બનાવવાની માંગ થઈ રહી હતી. આ પહેલા TDP સરકારે પણ નિવેશ માટે વિશાખાપટ્ટનમનો ઉપયોગ રાજધાની તરીકે કર્યો હતો. વિશાખાપટ્ટનમ એટલે કે વિજાગને રાજધાની બનવવાથી પ્રદેશમાં સારા નિવેશની સંભાવના છે. સારી કનેક્ટિવિટી, રાજસ્વ સર્જન, રોજગના અવસર વગેરે વધવાની સંભાવના છે. પ્રદેશના અન્ય શહેરના સાપેક્ષ આ શહેર પહેલાથી જ સુવિધા સંપન્ન છે. એવામાં અહીં રાજધાની બનાવવા માટે સરકારે માત્ર બુનિયાદી ઢાંચો વધારવો પડશે.

તેલંગણાથી અલગ થયા બાદ આંધ્ર પ્રદેશ દક્ષિણનું એકમાત્ર એવુ રાજ્ય છે જ્યાં મેટ્રો સિટી નથી, એવામાં વિશાખાપટ્ટનમને એક મેટ્રો સિટી તરીકે બનાવવું પડશે. હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નાઈની વચ્ચે શહેરને આ રીતે વિકસિત કરવાથી ફાયદો થશે અને આંધ્ર પ્રદેશના વિકાસને પણ બળ મળશે. આ ઉપરાંત, વિશાખાપટ્ટનમને રાજધાની બનાવવાથી સરકારે કોઈ એક્સ્ટ્રા એફર્ટ નહીં કરવા પડશે. વિજયવાડા અને ગુંટૂર જેવા નાના શહેરોની વચ્ચે અમરાવતીને જો રાજધાની બનાવવામાં આવતે તો ત્યાં સરકારે મોટા પાયા પર ઉપજાઉ જમીન અધિગ્રહણ કરવી પડતે. એવામાં ખેડૂતોની આજીવિકા પ્રભાવિત થતે અને તેમને વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવા પડતે.

તેલંગણાથી અલગ થયા બાદ તત્કાલીન CM અને TDP નેતા ચંદ્રબાબૂ નાયડૂએ અમરાવતીને પ્રદેશની ગ્રીનફીલ્ડ રાજધાની બનાવવાની જાહેરાત કરી હતી. તેના પર જ્યારે વિવાદ થયો તો રાજધાનીની ઓળખ માટે શિવરામકૃષ્ણન સમિતિ બનાવવામાં આવી હતી, સમિતિએ સ્પષ્ટ કરી દીધુ કે વિજયવાડા અને ગુંટૂરની વચ્ચે સ્થિત આ શહેરને પ્રદેશની રાજધાની ના બનાવવી જોઈએ. સમિતિના રિપોર્ટને અવગણીને નાયડૂએ અમરાવતીને સિંગાપુરની જેમ વિકસાવવાની જાહેરાત કરતા ભૂમિ અધિગ્રહણની તૈયારી શરૂ કરી દીધી હતી. જોકે, વચમાં સરકાર ચાલી ગઈ અને જગન મોહન રેડ્ડીએ CM બન્યા બાદ આ નિર્ણય પલટી દીધો.

સરકારમાં આવ્યા બાદ જગન મોહન રેડ્ડીએ આંધ્ર પ્રદેશની એક નહીં પરંતુ, ત્રણ રાજધાનીઓની જાહેરાત કરી હતી. તેમા નક્કી કરવામાં આવ્યું હતું કે, સરકાર વિશાખાપટ્ટનમથી ચાલશે. વિધાનસભા અમરાવતીમાં હશે અને ન્યાયિક રાજધાની કુરનૂલ હશે. આંધ્ર પ્રદેશના ગવર્નર વિશ્વ ભૂષણ હરિચંદને એપી કેપિટલ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ 2014માં સંશોધન કરી ત્રણેય શહેરોને આ અંગે મંજૂરી આપી દીધી હતી.

વિશાખાપટ્ટનમ આંધ્ર પ્રદેશના ઈતિહાસમાં ત્રીજી રાજધાની હશે. આ પહેલા પ્રદેશની રાજધાની હૈદરાબાદ હતી, જેને 1956માં કેપિટલ જાહેર કરી દેવામાં આવી હતી. તે પહેલા રાજ્યના ગઠન બાદ પ્રદેશની રાજધાની કુરનૂલને જાહેર કરવામાં આવી હતી. 1 ઓક્ટોબર, 1953થી લઈને હૈદરાબાદને રાજધાની બનાવ્યા બાદ સુધી આ શહેરને પ્રદેશની રાજધાની તરીકે પસંદ કરવામાં આવ્યું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp