BJP સાંસદની CMને ફરિયાદ કે અધિકારી તેમને ઉદ્ઘાટનમાં નથી બોલાવતા પછી જુઓ શું થયું

PC: theweek.in

કેન્દ્રીય રાજ્યમંત્રી અને ગાઝિયાબાદના સાંસદ જનરલ વીકે સિંહ આજકાલ નારાજ ચાલી રહ્યા છે. નાખુશતાનું કારણ છે ઉત્તર પ્રદેશ સરકારના વિકાસના કામોના લોકાર્પણમાં સાંસદને બોલાવવામાં આવી રહ્યા નથી. સાંસદે મુખ્યમંત્રી યોગીને પત્ર લખીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યાર બાદ શાસન સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે. ગાઝિયાબાદના DMએ આ બેદરકારી પર 9 અધિકારીઓ પાસેથી સ્પષ્ટીકરણ માગી લીધું છે.

કેન્દ્રીય મંત્રી અને લોકસભા સાંસદ વીકે સિંહે(રિટાયર્ડ) કથિત પણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરિયાદ કરી હતી કે, નાગરિક નિકાયોના અમુક અધિકારી તેમને તેમના જ ચૂંટાયેલ ક્ષેત્રમાં શિલાન્યાસ કે ઉદ્ઘાટન કાર્યક્રમોમાં આમંત્રિત કરતા નથી. હવે ગાઝિયાબાદના જિલ્લા અધિકારીએ સંબંધિત લોકોને કારણ જણાવો નોટિસ મોકલી આપી છે.

વીકે સિંહની ફરિયાદને ધ્યાનમાં લેતા ગાઝિયાબાદના જિલ્લા મજિસ્ટ્રેટ આરકે સિંહે શનિવારે અધિકારીઓને નોટિસ મોકલી. ડીએમએ અધિકારીઓને સાંસદ નિધિથી કરાવવામાં આવી રહેલા વિકાસના કામોના ઉદ્ધાટન અને શિલાન્યાસ કાર્યક્રમોમાં સ્થાનીય એમપીને આમંત્રિત ન કરવા માટે તેમની પાસેથી સ્પષ્ટીકરણની માગણી કરી છે. અધિકારીઓને સાત દિવસની અંદર નોટિસનો જવાબ આપવા કહેવામાં આવ્યું છે.

DMએ પૂછ્યું કે ઉદ્ઘાટન બોર્ડ પર સાંસદનું નામ કેમ નથી?

જિલ્લા તંત્રએ એ વાતની પુષ્ટિ કરી છે કે ડીએમના અધિકારીઓને આપવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે સાંસદ વીકે સિંહે આ વિશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરિયાદ કરી છે. દરેક નગર પાલિકાઓ અને નગર ક્ષેત્રની સમિતિઓના કાર્યકારી અધિકારીઓની સાથે સાથે ખંડ વિકાસ અધિકારીઓને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશોનું પાલન કરવા કહેવામાં આવ્યું છે. ડીએમએ નોટિસમાં અધિકારીઓને પૂછ્યું છે કે ઉદ્ઘાટન બોર્ડ પર સાંસદનું નામ શા માટે અંકિત કરવામાં આવ્યું નથી.

ગાઝિયાબાદથી સતત બે વારના સાંસદ છે વીકે સિંહ

સેનામાંથી સેવાનિવૃત્તિ પછી વીકે સિંહ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના સમર્થનમાં ઊભા રહ્યા. ઓગસ્ટ 2012માં નવી દિલ્હીના રામલીલા મેદાનમાં ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શનના બેનર નીચે ચાલી રહેલા અન્ના હઝારેના અનશન આંદોલનમાં તેમને સ્ટેજ પર પણ જોવામાં આવ્યા હતા. વીકે સિંહ 1લી માર્ચ 2014ના રોજ ભાજપામાં સામેલ થયા. તેમણે 2014માં ભારતીય સામાન્ય ચૂંટણીમાં ગાઝિયાબાદથી ચૂંટણી લડી અને કોંગ્રેસના રાજ બબ્બરને 567260 વોટના અંતરથી માત આપી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ બીજી વાર ગાઝિયાબાદના લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp