વ્હેલની ઉલટીની દાણચોરી પકડાઇ, 32 કરોડની 18 કિલો ઉલટી જપ્ત, આ કારણે કિંમતી

PC: republicworld.com

અત્યાર સુધી તમે સોનાની કે હીરાની દાણચોરી વિશે સાંભળ્યુ હશે, પરંતુ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)એ વ્હેલની ઉલટીની દાણચોરી પકડી પાડી છે. અત્તર બનાવવા માટે વ્હેલની ઉલટીનો ઉપયોગ કરવા માટે શ્રીલંકા લઇ જવામાં આવતી હતી, પરંતુ DRIએ એ પહેલાં જ દાણચોરોને પકડી પાડ્યા હતા.

તમિલનાડુમાં એમ્બરગ્રીસ એટલે કે વ્હેલની ઉલટીની દાણચોરી કરનારા 4ની ધરપકડ કરવામાં આવી છે. દાણચોરો પાસેથી 18.1 કિલોગ્રામ વ્હેલની ઉલટી કબ્જે કરવામાં આવી છે, જેની કિંમત 32 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.વ્હેલની ઉલટીનો સૌથી વધારે ઉપયોગ અત્તર બનાવવામાં થાય છે.

DRI એ એમ્બરગ્રીસની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જે દેશના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે ખતરો છે. તમિલનાડુના તુતીકોરિન બીચ પરથી 18.1 કિલો વ્હેલની ઉવટી જપ્ત કરવામાં આવી હતી, જેની બજાર કિંમત રૂ. 31.67 કરોડ હોવાનું કહેવાય છે.

DRIને માહિતી મળી હતી કે હાર્બર બીચ તુટીકોરીનના કિનારા પાસે  સમુદ્ધી માર્ગથી ભારતથી વ્હેલની ઉલટીની દાણચોરી કરીને શ્રીલંકા લઇ જવામાં આવી રહી છે. DRIએ દરોડા પાડીને 4ની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 18.1 કિલોગ્રામ વ્હેલની ઉલટી કબ્જે કરી હતી.

એમ્બરગ્રીસ (વ્હેલ વોમિટ) જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની સૂચિ હેઠળ સૂચિબદ્ધ એક સંરક્ષિત પ્રજાતિ છે અને તેથી તેનો કબજો,નિકાસ કે પરિવહન પ્રતિબંધિત છે. DRIએ દાણચોરીના આવા પ્રયાસોથી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને બચાવવા માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની તકેદારી અને દેખરેખ વધુ તીવ્ર બનાવી છે.

અધિકારીઓએ કહ્યું કે તમિલનાડુના 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ચારેયને ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા છે અને હજુ તપાસ ચાલું છે. છેલ્લાં 2 વર્ષમાં, DRIએ લગભગ 40.52 કિલોગ્રામ વ્હેલની ઉલટી કબ્જે કરી છે જેની આંતરાષ્ટ્રીય વેલ્યૂ 54 કરોડ રૂપિયા થાય છે.

વ્હેલની ઉલટીએ વ્હેલના આંતરડામાંથી સ્લેટી અથવા કાળા રંગનો એક ઘન મીણ જેવો જ્વલનશીલ પદાર્થ હોય છે. આ વ્હેલના શરીરની અંદર પોતાની રક્ષા માટે પેદા થાય  છે, જી

એમ્બરગ્રીસ એ ઘન, મીણ જેવો જ્વલનશીલ પદાર્થ છે જે વ્હેલના આંતરડામાંથી બહાર આવે છે. તેને બચાવવા માટે તે વ્હેલના શરીરની અંદર જન્મી હશે, જેથી તેના આંતરડાને સમુદ્ધ ફેનીની તીક્ષ્ણ ચાંચથી બચાવી શકાય. સામાન્ય રીતે, વ્હેલ બીચથી દૂર રહે છે, આવી સ્થિતિમાં, તેમના શરીરમાંથી આ પદાર્થને દરિયા કિનારે પહોંચવામાં ઘણા વર્ષો લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp