કમલનાથના ગઢ છિંદવાડાના આ ગામમાં ન પડ્યો એક પણ વોટ, કેન્દ્રીય મંત્રીએ..

PC: livemint.com

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે થનારું મતદાન સંપન્ન થઈ ગયું છે. રાજ્યમાં સાંજે 05:00 વાગ્યા સુધી 71.16 ટકા મતદાન થયું છે અને હવે 3 ડિસેમ્બરે મતગણતરી બાદ ખબર પડી જશે કે રાજ્યમાં આગામી સરકાર કોણ બનાવશે. ઘણા વિધાનસભા ક્ષેત્રોમાં 80 ટકાથી પણ વધુ મતદાન થયું, તો કેટલીક જગ્યાએ તે 50 ટકા સુધી જ રહી ગયું. આ દરમિયાન એક ગામ એવું પણ રહ્યું છે, જ્યાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કરી દીધો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના ગૃહ જિલ્લા છિંદવાડાના શાહપુરા ગામમાં મતદાતાઓએ મતદાનનો બહિષ્કાર કરી દીધો. ચૂંટણી બહિષ્કારની જાણકારી મળ્યા બાદ પ્રશાસનિક અધિકારીઓની એક ટીમ ગામમાં પહોંચી હતી. તેમણે ગ્રામજનોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા, પરંતુ કોઇ પણ ગામની વ્યક્તિ માનવા તૈયાર ન થઈ. કહેવામાં આવી રહ્યું છે કે ગ્રામજનો એ જ ગામના રહેવાસી બંટી પટેલને કોંગ્રેસ પાર્ટીમાંથી ચોરાઇ વિધાનસભા સીટથી ટિકિટ ન મળવાથી નારાજ હતા અને આ કારણે ગ્રામજનોએ આ નિર્ણય લીધો. જો કે, બંટી પટેલ, ચોરાઇ સીટ પરથી જ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

માનવામાં આવે છે કે આ ગામ કોંગ્રેસનું ગઢ છે અને અહીથી હંમેશાં કોંગ્રેસનો ઉમેદવાર જ લીડ બનાવે છે. તેની સાથે અહી મતદાનનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. વર્ષ 2018ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન અહી મતદાન ટકાવારી 99 ટકા હતી, પરંતુ આ વખત અહી એક પણ વોટ નાખવામાં આવ્યું નથી, ત્યારબાદ કહેવામાં આવી રહ્યું છે કે અહી કોંગ્રેસને નુકસાન ઉઠાવવું પડી શકે છે. તો આ પ્રકરણ બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે કમલનાથ પર કટાક્ષ કર્યો છે.

તેમણે કહ્યું કે, ‘આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે જનતા તેમનાથી પરેશાન થઈ ચૂકી છે અને હવે તેમનાથી મુક્તિ મેળવવી છે. છિંદવાડા જિલ્લામાં એક શાહપુરા ગામ છે જ્યાં ભાજપને ઝીરો વોટ મળે છે. હવે એ ગામે ચૂંટણીનો બહિષ્કાર કરી દીધો છે. આ વંશવાદની રાજનીતિ વિરુદ્ધ બળવો છે. છિંદવાડા વંશવાદની રાજનીતિથી દુઃખી છે અને હવે બદલાવનું મન બનાવી લીધું છે. હું વારંવાર કહેતો હતો કે કમલનાથ ચૂંટણી હારશે. મને ત્યારે ખબર નહોતી કે એ ગામમાં લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે. બળવાનું તેનાથી મોટું ઉદાહરણ નહીં હોય શકે કે પૂર્વ મુખ્યમંત્રીના મતવિસ્તાર અંતર્ગત આવતા ગામમાં એક પણ વોટ ન નાખવામાં આવ્યું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp