રાહુલ ગાંધીને મળવું હોય તો 10 કિલો વજન ઘટાડવું પડશે', કોંગ્રેસ નેતા જીશાનનો આરોપ

PC: indiatoday.in

પૂર્વ કોંગ્રેસ નેતા બાબા સીદ્દિકીના પુત્ર જીશાન સીદ્દિકીને મુંબઈ યૂથ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ત્યારબાદ ગુરુવારે જીશાન સીદ્દિકીએ દાવો કર્યો કે, રાહુલ ગાંધીને મળવા માટે તેમને કહેવામાં આવ્યું કે, તેમણે 10 કિલો વજન ઘટાડવું પડશે. જીશાન સિદ્દિકીએ દાવો કર્યો કે, મહારાષ્ટ્રના નાંદેડમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના નજીકના લોકોએ તેમને કહ્યું હતું કે જો તમારે તેમને (રાહુલ ગાંધી)ને મળવું હોય તો તમારે 10 કિલો વજન ઘટાડવું પડશે.

કોંગ્રેસ પર જીશાન સીદ્દિકીના આરોપ અહી જ સમાપ્ત ન થયા. 31 વર્ષીય સીદ્દિકીએ કહ્યું કે, કોંગ્રેસમાં લઘુમતી નેતાઓ સાથે કથિત દુર્વ્યવહાર થઈ રહ્યો છે. તેમણે પાર્ટી પર ભેદભાવપૂર્ણ અને સાંપ્રદાયિક દૃષ્ટિકોણ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, કોંગ્રેસમાં લઘુમતી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે જે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, એ દુર્ભાગ્યપૂર્ણ છે. કોંગ્રેસ અને મુંબઈ યુવા કોંગ્રેસમાં સામ્પ્રદાયિક્તાનું સ્ટાર અન્ય જગ્યાઓથી અલગ છે.

તેમણે કહ્યું કે, શું કોંગ્રેસમાં મુસ્લિમ હોવાનું પાપ છે? પાર્ટીએ જવાબ આપવો પડશે કે મને કેમ નિશાનો બનાવવામાં આવી રહ્યો છે? શું એ એટલે થઈ રહ્યું છે કેમ કે હું મુસ્લિમ છું?' ઉલ્લેખનીય છે કે બુધવારે જીશાન સીદ્દિકીને મુંબઈ યૂથ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે, ચૂંટણીમાં 90 ટકા વોટ મળ્યા બાદ પણ પાર્ટીએ આ કાર્યભાર આપવામાં આપવામાં 9 મહિનાનો સમય લીધો.

જીશાન સીદ્દિકીએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે પણ પાર્ટીમાં પૂર્ણ સ્વતંત્રતા સાથે પોતાની જવાબદારીઓનું નિર્વહન કરી શકતા નથી. મલ્લિકાર્જૂન ખરગે એટલા વરિષ્ઠ નેતા છે, પરંતુ તેમના હાથ પણ બંધાયેલા છે. રાહુલ ગાંધી પોતાનું કામ કરી રહ્યા છે, પરંતુ એમ લાગી રહ્યું છે કે તેમની આસપાસના લોકોએ કોંગ્રેસને સમાપ્ત કરવા માટે અન્ય પાર્ટીઓ પાસેથી સુપારી લઈ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp