શું આતંકી કસાબને જેલમાં બિરયાની પિરસવામાં આવેલી? પૂર્વ IPS મીરાએ કર્યો ખુલાસો

PC: hindustantimes.com

શું મુંબઈ હુમલાના આતંકવાદી મોહમ્મદ અજમલ કસાબને જેલમાં બિરયાની પીરસવામાં આવી હતી? અત્યાર સુધી આ બાબતે ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હવે માત્ર તે વ્યક્તિએ આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું, જેની દેખરેખમાં આતંકવાદી કસાબને ફાંસી આપવામાં આવી. 1981 બેચના IPS અધિકારી (નિવૃત્ત) મીરાન ચડ્ઢા બોરવંકરે તેમના પુસ્તકમાં આતંકવાદ અજમલ કસાબ સાથે સંબંધિત ઘણા પાસાઓ પર ઘણા ખુલાસા કર્યા છે.

પૂર્વ IPS અધિકારી મીરાન બોરવંકરે તેમના તાજેતરમાં પ્રકાશિત પુસ્તક 'મેડમ કમિશનર'માં દાવો કર્યો હતો કે આતંકવાદી અજમલ કસાબને જેલમાં ક્યારેય બિરયાની પીરસવામાં આવી નહોતી.

તેમના સંસ્મરણો 'મેડમ કમિશનરઃ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ ઓફ એન ઈન્ડિયન પોલીસ ચીફ'માં પૂર્વ IPS અધિકારી મીરાન બોરવંકર લખે છે કે તે સમયગાળો સરળ ન હતો અને અજમલ કસાબ અને યાકુબ મેમણને ફાંસી આપવાની ઘટનાઓ તેમના મગજમાં કાયમ માટે અંકિત થઈ ગઈ હતી. મીરાન બોરવંકર એ જ અધિકારી છે જેમની દેખરેખ હેઠળ આતંકવાદી કસાબને 2012માં અને આતંકવાદી યાકુબને 2015માં ફાંસી આપવામાં આવી હતી. મીરન બોરવંકરપોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બ્યુરોના ડિરેકટર જનરલ પદેથી નિવૃત્ત થયા હતા.

આતંકી કસાબે મટન બિરયાની પિરસવામાં આવી હતી એવી ચર્ચા પર IPS મીરાને કહ્યું છે કે, જેલમાં કસાબને ક્યારેય બિરયાની પિરસવામાં આવી નથી. વર્ષ 2012માં કસાબને ફાંસી આપવામાં આવી હતી.

તેમણે પુસ્તકમાં લખ્યું છે કે, 'ફાંસી આપ્યાના લગભગ 36 કલાક પહેલા આતંકવાદી કસાબને મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની ટીમ સાથે સંપૂર્ણ ગુપ્તતા સાથે ભારે સુરક્ષાવાળા કાફલામાં મુંબઈથી પૂણે લઈ જવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે એક વખત ટીમે કસાબને યરવડા જેલના અધિકારીઓને સોંપ્યો તે ટીમના સભ્યોના ફોન લઇ લેવામાં આવ્યા હતા.

તેમણે પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે માત્ર 10 અધિકારીઓને જ કસાબની ફાંસી વિશે જાણકારી હતી. તેમણે લખ્યું કે એ મારી જિંદગીનો સૌથી તણાવપૂર્ણ સમય હતો. તનાવ વાસ્તવિક ઓપરેશન માટે નહોતો, પરંતુ રાજ્ય સરકાર ઇચ્છતી હતી કે બધી માહિતી ગુપ્ત રાખવામાં આવી.

26 નવેમ્બર 2008 ના રોજ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હોટલ તાજ અને રેલવે સ્ટેશન પર આતંકવાદી હુમલો થયો, જેણે દેશને હચમચાવી નાખ્યો. આ આતંકી હુમલામાં પાકિસ્તાનના ફરીદકોટનો રહેવાસી મોહમ્મદ અજમલ કસાબ જીવતો પકડાયો હતો. કસાબને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

1981 બેચના મીરાનબોરવંકર મહારાષ્ટ્ર કેડરના પહેલા મહિલા IPS અધિકારી છે. તેમના પતિ અભય બોરવંકર રિટાર્યડ IAS ઓફિસર હતા. લેડી સુપરકોપ અને સિંઘમથી જાણીતા મીરાન હવે પોલીસ સર્વિસમાંથી નિવૃત થયા છે અને મુંબઇમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp