ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જોઈ રહ્યા હતા, ઘરમાં અચાનક વિસ્ફોટ, કુટુંબના 6 સભ્યોના મોત

PC: livehindustan.com

પંજાબના જલંધર જિલ્લામાં એક ઘરમાં રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર ફાટવાથી ત્રણ બાળકો સહિત એક પરિવારના છ સભ્યોના મોત થયા હતા. પંજાબ પોલીસના પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ દુર્ઘટના રવિવારે રાત્રે થઈ હતી અને રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર ફાટતાં ઘરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ યશપાલ ઘાઈ (70), રૂચી ઘાઈ (40), મંશા (14), દિયા (12) અને અક્ષય (10) તરીકે થઈ છે. તેમણે કહ્યું કે વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને સેમ્પલ એકત્રિત કરવા માટે સ્થળ પર બોલાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ જ્યારે આ અકસ્માત થયો ત્યારે આખો પરિવાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ કપ મેચ જોઈ રહ્યો હતો. દરમિયાન અચાનક ઘરના રેફ્રિજરેટરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ પછી આખા ઘરમાં આગ લાગી ગઈ. વિસ્ફોટનો અવાજ સાંભળીને પાડોશીઓ આવ્યા ત્યારે તેમણે ભયાનક આગ જોઈને તરત જ ફાયર બ્રિગેડને ફોન કર્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર બ્રિગેડના કર્મચારીઓએ જ ખરાબ રીતે દાઝી ગયેલા લોકોને ઘરમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ડોક્ટરોએ પરિવારના 3 સભ્યોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે બેની હાલત ગંભીર જણાતા તેમને ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતા. જ્યારે એકનું સોમવારે સવારે મોત થયું હતું.

જલંધરના એડિશનલ ડેપ્યુટી કમિશનર આદિત્યએ અકસ્માત અંગે જણાવ્યું કે, તેમને ઘટનાની માહિતી મળી છે. ત્યાર પછી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

રેફ્રિજરેટરના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટને કારણે લીક થયેલો ગેસ શેરીમાં પણ ફેલાઈ ગયો હતો. ત્યાર પછી ઘરમાં આગ લાગી હતી. આગ એટલી ગંભીર હતી કે, ફાયર બ્રિગેડના જવાનો પણ તેને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાર પછી બીજી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓને સ્થળ પર બોલાવવી પડી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ નવું ડબલ ડોર રેફ્રિજરેટર 7 મહિના પહેલા જ ખરીદ્યું હતું. રાત્રે તેના કોમ્પ્રેસરમાં જોરદાર વિસ્ફોટ થયો અને પછી ઘરમાં આગ લાગી હતી. આ અકસ્માતની માહિતી મળતાં જ કોંગ્રેસ, BJP અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તમામ નેતાઓ પરિવારના બાળક, વૃદ્ધ મહિલા અને મૃતક યશપાલની પત્નીને મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp