શાહ કોના પર બગડ્યા, 'અમે 75 માર્ક્સ લાવ્યા, તેઓ 25માં પોતાને પાસ બતાવે છે'

PC: x.com/AmitShah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કોંગ્રેસ પાર્ટી પર લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને જનતામાં ભ્રમણા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. શાહે કહ્યું અમને 100માંથી 85 માર્ક્સ મળવાની અપેક્ષા હતી, જો કે, 75 સુધી જ મળ્યા અને તેઓ 25 માર્કસમાં નાપાસ થવા છતાં એટલા ખુશ છે કે, જાણે તેઓ જીતી ગયા હોય. શાહે કહ્યું કે, ચૂંટણીમાં એકલા BJPને સમગ્ર INDIA બ્લોકની બરાબર બેઠકો મળી છે.

અમિત શાહે કહ્યું છે કે, આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં BJP એકલા હાથે લડશે અને અમિત શાહે દાવો કર્યો છે કે, BJP ત્રીજી વખત સરકાર બનાવશે. અહીં તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં BJPને NDA ગઠબંધન 400 સીટો જીતવાની આશા હતી, પરંતુ NDA માત્ર 293 સીટો જ જીતી શકી હતી, જ્યારે BJPને પોતાના દમ પર બહુમતી પણ નથી મળી.

લોકસભા ચૂંટણી દરમિયાન હરિયાણામાં BJPનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું અને પાર્ટીને માત્ર પાંચ બેઠકો મળી હતી. જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને BJP ડેમેજ કંટ્રોલ મોડમાં છે. હરિયાણાના પંચકુલામાં BJP નેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે અમિત શાહે આગાહી કરી હતી કે પાર્ટી રાજ્યમાં ત્રીજી વખત સરકાર બનાવશે.

અમિત શાહે કહ્યું છે કે, હરિયાણામાં BJP એકલા હાથે ચૂંટણી લડવા જઈ રહી છે અને CM નયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ચૂંટણી લડશે. શાહે દાવો કર્યો કે, હરિયાણામાં BJP સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. શાહે કહ્યું કે, એવો કોઈ સવાલ જ ન હોવો જોઈએ કે, BJP આ વખતે ઓક્ટોબર પહેલા યોજાઈ રહેલી ચૂંટણી માટે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, અમિત શાહ માને છે કે રાજ્યમાં પાર્ટીને કોઈની જરૂર નથી. કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ લોકોમાં ભ્રમણા ફેલાવીને લોકસભા ચૂંટણીમાં પોતાની હાર છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.

અમિત શાહે કહ્યું છે કે, અમને 100માંથી 85 માર્ક્સ મળવાની આશા હતી, પરંતુ અમે માત્ર 75 માર્ક્સ જ  મેળવી શક્યા અને કોંગ્રેસ અમને નિષ્ફળ ગણાવી રહી છે. તેઓને માત્ર 25 માર્ક્સ જ મળ્યા છે અને તે પોતાને પાસ ગણાવી રહ્યો છે. નાપાસ થયા પછી પણ તેઓ પોતે પાસ જાહેર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, વિપક્ષી ગઠબંધન એટલે કે INDIA પણ એટલી સીટો નથી લાવી શક્યું જેટલી BJP એકલા હાથે લાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp