સ્ટેજ પર CM નીતિશ કુમાર એવું બોલ્યા કે PM મોદી ખડખડાટ હસી પડ્યા, જુઓ વીડિયો

PC: aajtak.in

PM નરેન્દ્ર મોદી બિહારના ઔરંગાબાદમાં છે. તેમણે અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. બિહારના ઔરંગાબાદમાં PM નરેન્દ્ર મોદીએ કરોડોની કિંમતની ભેટ આપી છે. તેમના તરફથી જનસભાને સંબોધવામાં આવી હતી, જેમાં બિહારના CM નીતિશ કુમાર પણ હાજર હતા. તે વખતે એક સમય એવો પણ આવ્યો જ્યારે PM મોદી CM નીતીશ કુમારના એક નિવેદન પર હસવાનું રોકી શક્યા નહીં. PM નરેન્દ્ર મોદી લાંબા સમય સુધી હસતા રહ્યા અને સ્ટેજ પર હાજર અન્ય સાથીદારો તાળીઓ પાડતા રહ્યા.

જ્યારે CM નીતીશ કુમારે PM મોદીને સંબોધિત કરતા કહ્યું કે 'ઘણા કામો જે ચાલી રહ્યા છે, તેને તમે (PM મોદી) ઝડપથી પુરા કરાવશો', તો PM નરેન્દ્ર મોદી હસવા લાગ્યા. CM નીતિશે ફરી હસતાં કહ્યું, 'અમે ખૂબ જ ખુશ છીએ કે, તમે અહીં આવ્યા છો, તમે પહેલા આવ્યા હતા અને અહીં અમે ગાયબ થઈ ગયા હતા. અમે તમને ખાતરી આપીએ છીએ કે, હવે અમે આમ-તેમ કશે જ જવાના નથી. અમે તમારી સાથે જ રહીશું.'

CM નીતીશ કુમારે કહ્યું, 'અમે 2005થી સાથે છીએ. અમે સતત કેટલું કામ કર્યું છે તેની ગણતરી કરીએ છીએ. અગાઉ, કોઈ કામ નહોતું થયું, કશે જ જવાની જગ્યા જ નહોતી, કોઈ ભણતું ન હતું, પરંતુ અમે સાથે મળીને 2005થી આ બધા કામ કરાવ્યા છે.'

CM નીતીશ કુમારે કહ્યું, 'બિહાર આગળ વધે એ અમારી ઈચ્છા છે. તમે રાજ્ય માટે જે કામ કરી રહ્યા છો, સાથે મળીને દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું થાય અને દરેક લોકો ખુબ આગળ વધે.' CM નીતિશે હસતાં હસતાં કહ્યું, 'હું ખૂબ ખુશ છું કે આજે PM નરેન્દ્ર મોદી અહીં આવ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે PM નરેન્દ્ર મોદીજી બિહાર આવતા જ રહેશે. હું આનાથી ખુશ છું.' CM નીતીશ કુમારે PM મોદીના 'અબ કી બાર 400 પાર'ના સૂત્રને પુનરોચ્ચાર કર્યો અને કહ્યું, 'અમને વિશ્વાસ છે કે, આ વખતે તો તમે ઓછામાં ઓછી 400 સીટો તો જીતશો જ. આ લોકો જે આમ તેમ કરી રહ્યા છે તેનાથી કંઈ થશે નહીં.'

હકીકતમાં, CM નીતિશ કુમારે PM નરેન્દ્ર મોદીને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ હવે ક્યાંય જવાના નથી. તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે, છેલ્લી વાર તેઓ અહીં આવ્યા ત્યારે અમે ગાયબ થઈ ગયા હતા. પણ હવે અમે તમારી સાથે જ રહેવાના છીએ. અમે તમારી સાથે રહીને દરેક લડાઈ લડવાના છીએ. સાથે મળીને કામ કરીશું. હવે જ્યારે CM નીતીશ આ પ્રમાણે ખાતરી આપી રહ્યા હતા, ત્યારે PM મોદી હસવાનું રોકી શક્યા ન હતા. તેઓ સતત હસતા રહ્યા અને ફક્ત CM નીતીશ સામે જોતા રહ્યા.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા CM નીતિશ કુમારે ફરી પક્ષ બદલ્યો છે. તેમના તરફથી, તેઓ મહાગઠબંધન છોડીને ફરીથી NDAમાં જોડાયા છે. હવે તેમની તરફથી સતત કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ હવે ક્યાંય નથી જવાના, તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી અહીં જ રહેશે. પરંતુ વિપક્ષને તેમના આ આશ્વાસનનો વિશ્વાસ નથી થતો, અને ન તો BJP આ મુદ્દે વધારે બોલી રહ્યું.

મોટી વાત એ છે કે, તેજસ્વી યાદવ સતત BJP પર નિશાન સાધી રહ્યા છે. તેમના તરફથી PM નરેન્દ્ર મોદીને પણ પૂછવામાં આવ્યું છે કે, શું તેઓ એવી ગેરંટી આપશે કે CM નીતિશ કુમાર ફરી પાછા પલટી નહીં મારે. હવે આ કારણે BJPની છાવણી પણ થોડી ચિંતિત હોવાનું કહેવાય છે, પરંતુ CM નીતિશ કુમાર સતત એ જ ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp