અમારા મુખ્યમંત્રી પાગલ છે- જેલમાં બંધ મોટાના નેતાના પુત્રનો બળાપો

PC: jagran.com

તેલુગૂદેશમ પાર્ટી(TDP)ના રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશે કહ્યું કે, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ. જગમોહન રેડ્ડી તેમની સામે ખોટા કેસ બનાવી રહ્યા છે. આ એક રાજકીય બદલાની ભાવના છે. તેની વધારે કશું નથી. નારા લોકેશ અને પાર્ટી સમર્થક આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા TDPના પ્રમુખ એન. ચંદ્રબાબૂ નાયડૂની ધરપકડ સામે સોમવારે દિલ્હીના લોધી એસ્ટેટમાં ભૂખ હડતાળે બેઠા હતા.

નારા લોકેશે કહ્યું કે, ચંદ્રબાબૂ નાયડૂને કાર્યકુશળતા, પારદર્શિતા અને સત્યનિષ્ઠા માટે ઓળખવામાં આવે છે. આજે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં એક પાગલ વ્યક્તિ બેઠા છે. જે એક વિશ્વસનીય રાજનેતા સામે ખોટા કેસ બનાવી રહ્યા છે. આ રાજકીય બદલાની ભાવના સિવાય બીજુ કશું નથી. તેમણે બે વધુ કેસ તૈયાર કરી રાખ્યા છે. જો ચંદ્રબાબૂને આ કેસમાં જામીન મળી જાય છે, તો તેમને વધુ બે કેસોમાં ફરીથી રિમાંડ પર લઇ જવામાં આવી શકે છે.

આંધ્રમાં અમે આ રીતના પાગલ તંત્ર સામે ઝઝૂમી રહ્યા છે

નારા લોકેશે સાથે એવું પણ કહ્યું કે, સરકાર તેની સામે ખોટા કેસ બનાવી રહી છે. સાથે તેની માતા અને પત્નીને પણ જેલમાં બંધ કરવાની ધમકી આપી રહ્યા છે. આ માત્ર ચંદ્રબાબુ નાયડૂનો કેસ નથી. તેમણે મારા સામે પણ ખોટા કેસ બનાવ્યા છે. જગમોહન રેડ્ડીની સરકારે હવે એક એવા કેસમાં મને રજૂ થવાની નોટિસ મોકલી છે, જેનો એ મંત્રાલય સાથે કોઇ લેવા-દેવા જ નથી, જ્યારે હું મંત્રી હતો. તેઓ ઘણાં લોકોને નોટિસ મોકલી રહ્યા છે. તેમણે મારી પત્ની અને માતા સામે પણ કેસ દાખલ કરવાની અને તેમને જેલમાં બંધ કરવાની ધમકી આપી છે. આંધ્ર પ્રદેશમાં અમે આવી રીતના પાગલ તંત્ર સામે ઝઝૂમી રહ્યા છે.

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂના પુત્ર નારા લોકેશે કહ્યું કે, માટે હું દરેક ભારતીયોને ચંદ્રબાબૂ નાયડૂની સાથે ઊભા રહીને તેમને સમર્થન કરવાનો આગ્રહ કરું છું. જણાવીએ કે, આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની કરોડો રૂપિયાના સ્કિલ ડેવલપમેન્ટ સ્કેમના કેસમાં 9 સપ્ટેમ્બરના રોજ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન વિભાગે ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp