બંગાળમાં સતત ત્રીજી વખત હારી BJP, જાણો પેટા ચૂંટણીમાં મોટી હાર પાછળનું કારણ
પશ્ચિમ બંગાળમાં સતત ત્રીજી વખત ભાજપને ઝટકો લાગ્યો છે. વર્ષ 2021ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને ઝટકો લાગ્યો અને તેની સીટો વર્ષ 2019થી પણ ઓછી થઈ ગઈ. હવે 4 સીટો પર થયેલી પેટાચૂંટણીમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ભાજપનો સુપડાસાફ કરી દીધો. 4 સીટો પર TMC ઉમેદવારોએ જીત હાંસલ કરી અને ભાજપ બીજા નંબર પર રહી. ભાજપે ચૂંટણીમાં ધંધાલી અને પક્ષપાતના આરોપ લગાવ્યા છે અને કહ્યું કે, તેની ફરિયાદ તેમણે ચૂંટણી પંચને કરી છે.
કોલકાતાની માનિકતાલા સીટ પર TMCના સુપ્તી પાંડેએ 62,312 વૉટથી જીત હાંસલ છે. તેમણે ભાજપના ઉમેદવાર કલ્યાણ ચોબેને હરાવ્યા છે. આ અગાઉ આ સીટ પર પાંડેના પતિ સાધન પાંડે 3 વખત જીતી ચૂક્યા છે. સતત 2011, વર્ષ 2016 અને વર્ષ 2021માં ચૂંટણી જીત્યા હતા. જો કે, આ વખત જીતનું અંતર પણ ખૂબ વધી ગયું છે. સાધન પાંડેના નિધન બાદ આ સીટ પર ચૂંટણી કરાવવામાં આવી હતી. એવામાં માનવામાં આવી રહ્યું છે કે પતિના મોતની સંવેદના પર સુપ્તી પાંડેને મળી અને તેમણે મોટા અંતરથી જીત હાંસલ કરી.
ઉત્તર દીનાજપુરની રાયગંજ સીટ પર TMCના કૃષ્ણા કલ્યાણીએ 50,000 કરતા વધુ વૉટના અંતરથી જીત હાંસલ કરી. તેઓ પહેલા પણ આ સીટ પર જીતી ચૂક્યા હતા. જો કે, પહેલા તેઓ ભાજપની ટિકિટ પરથી લડ્યા હતા. લોકસભાની ચૂંટણી અગાઉ જ તેમણે ધારાસભ્ય તરીકે પોતાનું રાજીનામું આપી દીધું હતું. TMCએ ફરી એક વખત તેમને ઉમેદવાર બનાવ્યા. આ વખત ચૂંટણીમાં જ્યાં કલ્યાણીને 86,479 વોટ મળ્યા તો ભાજપના ઉમેદવારને 36,402 વોટ જ મળ્યા. એવામાં અહી TMCની રણનીતિ કામ આવી ગઈ. જાહેર વાત છે કે આ ક્ષેત્રમાં કલ્યાણીની લોકપ્રિયતા રહી હશે. જેનો ફાયદો તેને ફરી એક વખત મળી.
નદિયાની રાનાઘાટ સીટ પર TMCના મુકુટ મણિ અધિકારી 39,000 કરતા વધુ મતથી જીત્યા. કલ્યાણીની જેમ તેમણે પણ વિધાનસભાની ચૂંટણી બાદ જ TMC જોઇન્ટ કરી હતી. જો કે, તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું નહોતું. લોકસભાની ચૂંટણી અગાઉ તેમણે ધારાસભ્ય પદ છોડ્યું. આ ચૂંટણીમાં તેમણે ભાજપના ઉમેદવાર મનોજ કુમારને મોટા અંતરથી હરાવી દીધા. બગદાહ સીટની વાત કરીએ તો અહીથી TMCના મધુપર્ણા ઠાકુરે 33,000 કરતા વધુ વૉટના અંતરથી જીત હાંસલ કરી. તેમણે ભાજપના ઉમેદવાર વિનય કુમાર વિશ્વાસને હરાવ્યા.
આ સીટ પર ભાજપના ધારાસભ્ય બિસ્વજીત દાસના રાજીનામાં બાદ ચૂંટણી કરાવવામાં આવી હતી. એવામાં આ સીટ TMCએ ભાજપ પાસેથી છીનવી છે. આ સીટ પર TMCએ 2011, 2016માં જીત હાંસલ કરી હતી. આ ક્ષેત્ર મહુઆ સમુદાયની વસ્તી બહુધા છે. તે છેલ્લી 2 ચૂંટણીઓમાં ભાજપનો સાથે આપતો હતો. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં પણ TMCએ 42માંથી 29 સીટો પર જીત મળી હતી. તો ભાજપના ખાતામાં માત્ર 12 સીટો ગઈ. જ્યારે વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે 18 સીટો જીતી હતી.
આ ચૂંટણીમાં ભાજપે પોતાની 3 સીટો દુમાવી દીધી છે. આમ તો પેટાચૂંટણીમાં માનવામાં આવે છે કે સત્તાધારી પાર્ટી હાવી રહે છે, પરંતુ આશ્ચર્યની વાત છે કે ભાજપ એક સીટ પણ જીતી શકી નથી. તો વિધાનસભામાં 2 સીટો ગુમાવ્યા બાદ ભાજપ 66 પર પહોંચી ગઈ છે. 2021ની ચૂંટણીમાં ભાજપએ 77 સીટો પર જીત હાંસલ કરી છે.
કેમ લાગ્યો ભાજપને મોટો ઝટકો?
ભાજપ મોટા ભાગે આક્રમક થઈને ચૂંટણી લડે છે, જેનો ફાયદો પણ તેને મળે છે. જો કે, આ ચૂંટણીમાં ભાજપે પોતાની પૂરી તાકત ન લગાવી. માનવામાં આવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપનું કેડર અને કાર્યકર્તા મંદ હતા. તેમાં મોટા નેતાઓએ ઉત્સાહ પણ ન ભર્યો. સૂકાંત મજૂમદારની આગેવાનીમાં ચૂંટણી લડવામાં આવી હતી અને તેઓ હવે કેન્દ્રમાં મંત્રી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે સંદેશખાલી જેવા મુદ્દા ઉઠાવ્યા હતા, પરંતુ આ ચૂંટણીમાં કોઈ નવો મુદ્દો ન ઉઠાવ્યો. તો TMCને સત્તામાં હોવાનો ફાયદો પણ મળ્યો. મુકુટ મણિ અધિકારીને ચૂંટણીમાં ઊતરવું TMC માટે ફાયદાકારક રહ્યું કેમ કે તેઓ મતુઆલ બેલ્ટ સાથે સંબંધ ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp