BJP નેતા સુવેન્દુ અધિકારીને રાજભવન જતા પોલીસે રોક્યા, જાણો શું છે મામલો?

PC: sangbadpratidin.in

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને વિધાનસભાના નેતા પ્રતિપક્ષ સુવેન્દુ અધિકારીને ગુરુવારે રાજભવનની અંદર જતા રોકી દેવામાં આવ્યા હતા. તેઓ કેટલાક પીડિતો સાથે રાજભવન જઈને રાજ્યપાલને મળવા માગતા હતા, પરંતુ પોલીસે તેમને અંદર જવા ન દીધા. સુવેન્દુ અધિકારી મુજબ, તેઓ ચૂંટણી બાદ થયેલી હિંસાના લગભગ 200 પીડિતો સાથે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે રાજ્યપાલ સાથે મળવું હતું, પરંતુ પોલીસે રોકી દીધા.

ત્યારબાદ સુવેન્દુ અધિકારી મમતા સરકાર પર વરસવા લાગ્યા. આવો જાણીએ કે સુવેન્દુ અધિકારીએ શું કહ્યું. રાજ્ય પોલીસ દ્વાર રાજભવનમાં જતા રોક્યા બાદ સુવેન્દુ અધિકારીનો ગુસ્સો ફૂટી પડ્યો હતો. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, બંગાળમાં આ નવું છે. આઝાદી બાદ આ પહેલી વખત થયું, જ્યારે રાજભવન બહાર રોકવામાં આવ્યા. નેતા પ્રતિપક્ષને અંદર જ ન જવા દેવામાં આવ્યા. રાજ્યપાલે પીડિતોને બોલાવ્યા છે, લેખિત મંજૂરી છે.

તેમણે કહ્યું કે, મારી સાથે 200 પીડિત છે. એવું તો ઇમરજન્સીમાં પણ થયું નહોતું. તેઓ (મુખ્યમંત્રી મમતા બેનર્જી) વિચારી રહ્યા છે કે તેમને 29 સીટો મળી ગઈ છે તો બંગાળમાં કોઈ બીજી પાર્ટી નથી, પરંતુ 2 કરોડ 35 લાખ મતદાતાઓએ કમળના પક્ષમાં મતદાન કર્યું છે. વિપક્ષ પાસે એટલી તાકત છે, પરંતુ તેઓ વિપક્ષને ખતમ કરવા માગે છે. જનતા તેમની સાથે નથી. તેઓ ધાંધલી કરીને ચૂંટણી જીત્યા છે.

સુવેન્દુ અધિકારીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેઓ હવે શું કરશે? તો તેમણે કહ્યું કે, તેમણે કોર્ટમાં PIL નાખી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે. હવે કોર્ટે સુનાવણી માટે 18 તારીખ નક્કી કરી છે. ત્યારબાદ તેમણે કહ્યું કે, ગવર્નર હાઉસમાં આજે તો દુર્વ્યવહાર થયો છે, તેને લઈને હું કાયદાકીય કાર્યવાહી કરીશ. ઉલ્લેખનીય છે કે, 42 સીટોવાળા પશ્ચિમ બંગાળમાં આ વખત ભાજપ 12 જ સીટો જીતી શકી છે તો તૃણમૂલ કોંગ્રેસે 29 સીટો પર કબજો કર્યો છે. ગત ચૂંટણીમાં (2019ની લોકસભાની ચૂટણીમાં) ભાજપને 18 અને તૃણમૂલ કોંગ્રેસને 22 સીટો મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp