પશ્ચિમ બંગાળ પોલીસે EDના અધિકારીઓ સામે જ 3 FIR કરી દીધી, આ આરોપ લગાવ્યા

PC: indiatvnews.com

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પશ્ચિમ બંગાળમાં કથિત રાશન કૌભાંડના સંબંધમાં કાર્યવાહી કરી રહ્યું છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળ પોલીસે ED અધિકારીઓ સામે કેસ કરી દીધો છે. કુલ ત્રણ FIRનોંધવામાં આવી છે. 5 જાન્યુઆરીએ EDના અધિકારીઓ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં TMC જિલ્લા પરિષદના સભ્ય શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા ગયા હતા. આ દરમિયાન તેમના પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ EDએ શાહજહાં શેખ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરી હતી.

મીડિયા અહેવાલ મુજબ, પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે શાહજહાં શેખના ઘરની સંભાળ રાખનાર વ્યક્તિએ ED વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કેર ટેકરનો આરોપ છે કે EDના અધિકારીઓ સર્ચ વોરંટ વિના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ આધારે, પોલીસે ED અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

તો આ મામલે EDએ પણ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે પણ જાતે જ નોંધ લીધી છે અને કેસ નોંધ્યો છે. ED અધિકારીઓની ફરિયાદમાં પોલીસે સરકારી અધિકારીઓ પર હુમલો હેઠળ ફરિયાદ નોંધી છે.

નયાઝત પોલીસ સ્ટેશનના અધિકારી સુભાશીષે કહ્યું કે, આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે. FIR અંગે તે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી.આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જો કે, ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. મીડિયા અહેવાલોઅનુસાર હુમલામાં EDના બે અધિકારી અંકુર ગુપ્તા અને સોમનાથ દત્તા ઘાયલ થયા છે. તેમને કોલકાતાની હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ઓફિસર રાજકુમાર રામને પણ માથામાં ઈજા થઈ હતી. તેમને હાઈ ડિપેન્ડન્સી યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે.હાલ તેમની તબિયત સ્થિર છે.

5 જાન્યુઆરીએ બંગાળના 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં ED અધિકારીઓ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. EDના અધિકારીઓની એક ટીમ સવારે સંદેશખાલી સ્થિત શાહજહાં શેખના ઘરે પહોંચી હતી. રાશન વિતરણ કૌભાંડ મામલે ટીમ તેના ઘરે સર્ચ કરવા ગઈ હતી. અધિકારીઓની ટીમ જ્યારે તેના ઘરે પહોંચી તો ઘરને તાળું હતું. જ્યારે ટીમે ફોન કર્યો તો કોઈએ જવાબ આપ્યો નહોતો.

EDનું કહેવું છે કે શાહજહાં શેખના ફોનનું લોકેશન ઘરની અંદર જ હતું. આ પછી ટીમ ત્યાં જ રોકાઈ ગઈ અને રાહ જોવા લાગી. પરંતુ તે દરમિયાન ત્યાં ટોળું ભેગું થઇ ગયુ હતું અને ટીમ સાથે ઝપાઝપી કરી હતી.

એવો આરોપ છે કે આ દરમિયાન અધિકારીઓનો મોબાઈલ, લેપટોપ અને વોલેટ જેવી સત્તાવાર સામાન છીનવી લેવામાં આવ્યા હતા.જો કે આ ઘટના બાદ EDએ શાહજહાં શેખ અને તેના ચાર ભાઈઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. EDને શંકા છે કે શેખનો પરિવાર પડોશી દેશ બાંગ્લાદેશ ભાગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp