મહિલા કોન્સ્ટેબલ સાથે હોટલમાંથી પકડાયેલા ઉચ્ચ અધિકારી સામે શુ પગલા લેવાયા?

PC: khabarchhe.com

ઉત્તર પ્રદેશ પોલીસના ઇતિહિસમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઇ ઉચ્ચ અધિકારીને તેમના પદ પરથી ડાઉન ગ્રેડ કરીને નીચલા પદ પર મુકી દેવામાં આવ્યા હોય. વાત એમ બની હતી કે ઉન્નાવ જિલ્લાના બીઘાપુરના સર્કલ ઓફિસર (CO) કૃપાશંકર કનૌજિયાએ 2021માં પારિવારિક કારણોસર રજા લીધી હતી, પરંતુ કૃપાશંકર ઘરે પહોંચ્યા નહોતા એટલે તેમની પત્નીને ચિંતા થઇ કારણે કે મોબાઇલ પણ બંધ આવતો હતો. પત્નીએ ઉન્નાવ પોલીસના SPની મદદ માંગી. પોલીસે લોકેશનના આધારે તપાસ કરી તો કૃપાશંકરનું લોકેશન કાનપુરની એક હોટલમાં મળ્યું. પોલીસે તપાસ કરી તો કૃપાશંકર હોટલની એક રૂમમાં મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયા હતા.

આ કેસની તપાસમાં કૃપાશંકર દોષિત સાબિત થયા એટલે તેમને કોન્સ્ટેબલનું પદ આપી દેવામાં આવ્યું. જે કૃપાશંકર કોન્સ્ટેબલમાંથી સર્કલ ઓફિસર સુધી પહોંચ્યા તેમણે ડાઉનગ્રેડ થવું પડ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp