જીવનમાં સફળ થવા મુકેશ અંબાણીએ અભિનેતા રણબીર કપૂરને શું સલાહ આપેલી?

PC: herzindagi.com

બોલિવુડ અભિનેતા રણબીર કપૂરે એક કાર્યક્રમમાં કબુલાત કરી હતી કે.મુકેશ અંબાણીએ આપેલી 1 સલાહે તેનું જીવન બદલી નાંખ્યું. રણબીર કપૂરને એક એવોર્ડ મળ્યો હતો, એવોર્ડ એનાયત થયા પછી રણબીરે કહ્યું હતું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મને એક વખત સલાહ આપી હતી કે, હમેંશા માથું નીચે રાખીને કામ કરતા રહેવું. સફળતાને ક્યારેય હાવી ન થવા દેવી અને નિષ્ફળતા આવે તો દીલ પર લેવી નહીં.

રણબીરે કહ્યું કે, આ સલાહ મને જિંદગીમાં ઘણી કામ લાગી હતી અને મારું આખું જીવન બદલાઇ ગયું હતું.. રણબીરે આગળ કહ્યું કે, મારું લક્ષ્ય છે કે હું      એક સારો માણસ, એક સારો પુત્ર, એક સારો પતિ, એક સારો પિતા અને એક સારો દોસ્ત બની શકું અને એનાથી પણ ઉપર હું એક સારો નાગરિક બની શકું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp