શું અદ્ભુત ટેલેન્ટ... PM નરેન્દ્ર મોદી પણ બન્યા ફેન, શેર કર્યો બાળકીનો વીડિયો

PC: viralsandesh.com

સોશિયલ મીડિયા પર એક બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે પિયાનો વગાડતી જોવા મળી રહી છે. યુઝર્સ આટલી નાની ઉંમરમાં બાળકીની પ્રતિભા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. ખુદ PM નરેન્દ્ર મોદી પણ બાળકીની પ્રતિભાના ચાહક બની ગયા હતા. ટ્વિટર પર વીડિયો શેર કરતા તેણે લખ્યું, 'આ વીડિયો દરેકના ચહેરા પર સ્મિત લાવી શકે છે. અસાધારણ પ્રતિભા અને સર્જનાત્મકતા. શાલમલીને શુભેચ્છાઓ.'

આ વિડિયો મૂળરૂપે ટ્વિટર યુઝર @anantkkumar દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ અંગે સેંકડો યુઝર્સે ફીડબેક આપ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક મહિલા બેકગ્રાઉન્ડમાં કન્નડ ગીત 'પલ્લવગલા પલ્લવીયાલી' ગાઈ રહી છે. બાળકી તેની ટ્યુન પર પિયાનો વગાડી રહી છે.

બાળકીનું નામ શાલમલી જણાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન વચ્ચે વચ્ચે તે ગીતને મનમાં ને મનમાં ગાઈ રહી છે. તેનો મધુર અવાજ અને ક્યૂટ સ્મિત લોકોના દિલ જીતી રહ્યું છે. તેના પિયાનોની ધૂન લોકોને મંત્રમુગ્ધ કરી રહી છે. ખાસ વાત એ છે કે, શાલમલી માત્ર એક હાથથી જ પિયાનો વગાડી રહી છે. તેમની અસાધારણ પ્રતિભા જોઈને PM નરેન્દ્ર મોદીએ તેના દિલ ખોલીને વખાણ કર્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, પલ્લવગલા પલ્લવીયાલી ગીત કન્નડ કવિ KS નરસિમ્હા સ્વામી દ્વારા લખવામાં આવ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મહિલા તેની લાઈનો ગાઈ રહી છે. જેના પર શાલમલી એક ખુબસુરત અંદાજમાં પિયાનો વગાડી રહી છે.

બાળકીના વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, કેટલો અદ્ભુત અવાજ છે. બીજાએ લખ્યું, બાળકીની અદભૂત પ્રતિભા. ત્રીજાએ લખ્યું, તે ભવિષ્યમાં એક મહાન સંગીતકાર બનશે. અન્ય યુઝરે કહ્યું, પ્રોત્સાહન આપવા માટે PM નરેન્દ્ર મોદીનો આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp