ટિકિટ કપાયા બાદ પ્રજ્ઞા ઠાકુર કહે- 'મારા કેટલાક શબ્દ કદાચ PM મોદીને...'

PC: https://deccanherald.com

આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉમેદવારોની પોતાની પહેલી લિસ્ટ જાહેર કરી દીધી છે. પાર્ટીએ 34 સીટિંગ સાંસદોની ટિકિટ કાપી છે, જેમાં મધ્ય પ્રદેશના ભોપાલથી સાંસદ પ્રજ્ઞા ઠાકુર પણ સામેલ છે. તેઓ પોતાના વિવાદિત નિવેદનોના કારણે જાણીતા છે. તેમની ટિકિટ કેમ કપાઈ? એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, બની શકે કે મેં કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કરી દીધો હોય, જે મોદીજીને પસંદ ન આવ્યા. ભાજપે શનિવારે 195 ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી છે.

ભોપાલ સીટથી આ વખત આલોક શર્માને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ મધ્ય પ્રદેશની 29 સીટોમાં 24 પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. રાજ્યના 2 સીટિંગ સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને ગુનાથી કે.પી. શર્માની ટિકિટ કાપી છે, જેમની જગ્યાએ જ્યોતિરાદિત્ય સિંધિયા ચૂંટણી લડશે. આખરે પાર્ટીએ તેમને આગામી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ કેમ ન આપી? એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, આ સંગઠનનો નિર્ણય છે, તેમાં એ ન વિચારવું જોઈએ કે કેમ ટિકિટ કાપી. મેં પહેલા પણ ટિકિટ માગી નહોતી અને અત્યારે પણ નથી માગી.

પ્રજ્ઞા ઠાકુર પર વડાપ્રધાન મોદી નારાજ થઈ ગયા હતા. તેમણે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસેને સાચો દેશભક્ત કહ્યો હતો, જેના પર મોદીએ કહ્યું હતું કે તેઓ તેમને માફ નહીં કરી શકે. તેમણે કહ્યું હતું કે, ગોડસેવાળા નિવેદન માટે તેમણે માફી તો માગી લીધી છે, પરંતુ મહાત્મા ગાંધીનું અપમાન કરવા માટે હું પ્રજ્ઞા ઠાકુરને ક્યારેય માફ નહીં કરી શકું. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, બની શકે કે મેં જે કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કરી દીધો હતો, જે મોદીજીને પસંદ ન આવ્યા હોય અને તેમણે કહ્યું હતું કે મને માફ નહીં કરે, પરંતુ મેં તેના માટે પહેલા જ માફી માગી લીધી હતી.

તેમણે આગળ કહ્યું કે, મારું સત્ય બોલવું વિરોધીઓ અને કોંગ્રેસના લોકોને ખટકે છે અને મારી આડ લઈને તેઓ મોદીજી પર પ્રહાર કરે છે. પ્રજ્ઞા ઠાકુરે આજે પણ પોતાના ગોડસેવાળા નિવેદનને યોગ્ય બતાવ્યું અને કહ્યું કે, જે પણ કહ્યું સત્ય કહ્યું, પરંતુ મીડિયાએ વિવાદિત નિવેદન કહીને મુદ્દાને હવા આપી. ટિકિટ ન મળવા પર પાર્ટી છોડવાના સંભવિત વિચારો બાબતે પૂછવા પર પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, મારો પાર્ટી છોડવાનો કોઈ વિચાર નથી. સંગઠન મને જે જવાબદારી આપશે, હું તેને નિભાવીશ અને જ્યાં મારી જરૂરિયાત હશે, ત્યાં હું ઉપલબ્ધ રહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp