જનતા જાદુગર બનીને કોંગ્રેસને ગાયબ કરવાની છે- ગૃહમંત્રી અમિત શાહે આવું કેમ કહ્યું

PC: hindustantimes.com

રાજસ્થાન મતદાનની તારીખ ખૂબ આવી ચૂકી છે. તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને દેશના હોમ મિનિસ્ટર અમિત શાહે એક પ્રેસ કોન્ફરેંસ કરી. જેમાં તેમણે કહ્યું કે, આખા રાજસ્થાનનો પ્રવાસ કરી હું વિશ્વાસથી કહી શકું છું કે રાજસ્થાનમાં ભાજપાની સરકાર બની રહી છે. ભાજપાની પરિવર્તન યાત્રા લગભગ 9 હજાર કિમી સુધી ચાલી. રાજસ્થાનના લોકો મોદી સાથે ઊભા છે. બે વાર રાજસ્થાનના નાગરિકોએ વિશ્વાસ જતાવ્યો છે. રાજ્યના નાગરિકો તુષ્ટિકરણ અને પરિવારવાદથી ત્રસ્ત છે.

અમિત શાહે કહ્યું કે, ઘણીવાર મેં કોંગ્રેસને સવાલ કર્યા છે પણ મને જવાબ મળ્યો નથી. તમારી સરકારે 10 વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા આપ્યા છે. ભાજપાએ 9 વર્ષમાં 8 કરોડ આપવાનું કામ કર્યું છે. રાજસ્થાનમાં પાછલા 5 વર્ષમાં મહિલા અને દલિતોની સ્થિતિ ખરાબ થઇ છે. અહીં તુષ્ટિકરણનું રાજકારણ ચરમ પર છે. કોંગ્રેસનો ભ્રષ્ટાચાર અને લાલ ડાયરીની ડિમાન્ડ છે. લાલ ડાયરી ભ્રષ્ટાચારનો પ્રતિક છે. મંત્રાલયના કબાટમાંથી સોના અને પૈસા મળ્યા.

સાથે જ હોમ મિનિસ્ટરે કહ્યું કે, ઘણાં ગબનના કિસ્સાઓ રાજ્યમાંથી સામે આવ્યા છે. ખેડૂતોનું દેવું માફ ન કરી શક્યા. 19 હજાર ખેડૂતોની જમીનની હરાજી થઇ છે. જનતા જાદુગર બનીને કોંગ્રેસને ગાયબ કરવાની છે. પ્રધાનમંત્રી મોદીએ દેશને સમૃદ્ધ કર્યો છે અને જનતા પ્રચંડ બહુમત આપવાની છે. દરેક ભાગોમાં કોંગ્રેસ હારી રહી છે. આખા રાજસ્થાનનો પ્રવાસ કર્યા પછી હું વિશ્વાસની સાથે કહી શકું છું કે આવનારી સરકાર ભાજપાની બની રહી છે. દરેક ખૂણાઓમાં જનતાએ પરિવર્તનનો મૂડ બનાવ્યો છે અને દરેક ક્ષેત્રમાં વિફળ કોંગ્રેસ સરકારને વિદાઈ આપવા રાજસ્થાનના લોકોએ મન બનાવી લીધું છે.

તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનના દેવગઢમાં લોકોને મતદાનની અપીલ કરી. તેમણે કહ્યું કે, ગેહલોત સરકારની રાજસ્થાનમાં ક્યાકેય વાપસી થશે નહીં. તેમણે ટોણો મારતા કહ્યું કે, ગેહલોત જી, કોનિ મિલે વોટ જી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેવ ઊઠી એકાદશી પર દેવગઢમાં બોલી રહ્યો છું...મારા શબ્દો યાદ રાખજો. હવે રાજસ્થાનમાં ક્યારેય ગેહલોત સરકારની વાપસી થશે નહીં. ગેહલોત સરકારને ઊખાડી ફેંકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp