સેક્સ માટે સહમતિની ઉંમર ઘટાડવાની માગ પર કાયદા પંચે શું કહ્યું? દરેક વાતને સમજ...

PC: telegraphindia.com

સુપ્રીમ કોર્ટે સગીરવયની વયે સેક્સ માટેની વય મર્યાદા ઘટાડવાની માંગ કરતી અરજી પર સરકારનો અભિપ્રાય માંગ્યો હતો. હવે આ મુદ્દે કાયદા પંચ (Law Commission of India)નો રિપોર્ટ આવી ગયો છે.

કાયદાકીય રીતે સંમતિથી યૌન સંબધ બાંધવાની ઉંમર 18 વર્ષ છે. એનો મતલબ એ થયો કે જો 18 વર્ષથી ઓછી વયની ઉંમરની છોકરી સાથે સમંતિથી સંબંધ બનાવ્યો હોય તો પણ તે ગુનાના દાયરામાં આવે છે.

જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો સહમતિથી સેક્સ કરે તો તેને ગુનો ન ગણવો જોઈએ? આ અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે 22મા કાયદા પંચે 'સંમતિની ઉંમર' જાળવી રાખવાની ભલામણ કરી છે.

હકિકતમાં, 2012માં આવેલો protection of children from of sexual offences (POCSO) એક્ટમાં સંમતિથી સેક્સ માણવાની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. આ ઉંમરને 18થી ઘટાડીને 16 વર્ષ કરવા માટે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. કોર્ટો પણ અનેક વખત સ્પષ્ટતા કરી ચૂકી છે કે POCSO એક્ટનો હેતુ સગીરોને જાતીય હિંસાથી બચાવવાનો છે, કિશોરો વચ્ચેના સહમતિપૂર્ણ રોમેન્ટિક સંબંધોને ગુનાહિત બનાવવાનો નથી.

જો કે કાયદા પંચનું કહેવું છે કે સહમતિથી સેક્સની ઉંમર 18થી વધારીને 16 વર્ષ ન કરવી જોઈએ. જો આમ કરવામાં આવશે તો તેનાથી કાયદાનો દુરુપયોગ થશે.

જસ્ટિસ રુતુરાજ અવસ્થીની આગેવાની હેઠળના 22મા કાયદા પંચે કાયદા મંત્રાલયને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. આમાં પંચે ઉંમર ઘટાડવાનું સૂચન કર્યું નથી, પરંતુ કાયદાનો દુરુપયોગ અટકાવવા માટે અમુક સુધારા કરવાની ભલામણ ચોક્કસ કરી છે.

કાયદા પંચે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ કાનૂનના ઉપયોગને લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, છોકરીઓના સ્વેચ્છાએ લગ્ન કરવાના નિર્ણય સામે માતા-પિતા આનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

તેના દુરુપયોગને રોકવા માટે, કાયદા પંચે ભલામણ કરી છે કે સમંતિથી સેક્સ કરનારા સગીરો વચ્ચેના વય તફાવતને ધ્યાનમાં રાખવામાં આવે. પંચનું કહેવું છે કે જો ઉંમરનો તફાવત ત્રણ વર્ષ કે તેથી વધુ હોય તો તેને ગુનો ગણવો જોઈએ.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાયદામાં કોઈ ઢીલ આપવાને બદલે તેનો બિનજરૂરી ઉપયોગ બંધ કરવો જોઈએ. કમિશને અનેક પ્રકારના અપવાદો રાખવાની ભલામણ કરી છે.

જેમાં ત્રણ પરિમાણો પર સંમતિનું પરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવે છે. પ્રથમ, સંમતિ ભય કે લોભથી આપવામાં આવી હતી કે કેમ? બીજું- શું દવાઓ કે કોઈ નશો આપવામાં આવ્યો હતો? અને ત્રીજું, આ સંમતિ કોઈપણ રીતે વેશ્યાવૃત્તિ માટે તો નહોતી?

રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે આ પ્રકારના કેસોમાં સંમતિથી શારીરિક સંબંધ બાંધનારા છોકરા- છોકરીઓનો ભુતકાળ જોવામાં આવે અને પછી નક્કી કરવામાં આવે કે આ સમંતિ સ્વૈચ્છિક હતી કે નહીં? તેમના સંબંધોનો સમયગાળો કેટલો હતો?

સમંતિથી શારિરિક સંબંધો બનાવવાની ઉંમર ઘટાડવા માટે સંસદથી માંડીને કોર્ટ સુધી ચર્ચા થતીરહી છે. જો કે સરકારે સંસદમાં ચોખવટ કરી દીધી હતી કે સંમતિની ઉમંરને ઘટાડવામાં નહીં આવે.

ગયા વર્ષે રાજ્યસભામાં NCP સાંસદ વંદના ચવ્હાણે POCSO એક્ટમાં સુધારાની માંગ કરી હતી અને કહ્યુ હતું કે સંમતિથી સેક્સ સંબંધ બાંધવાની ઉંમરમાં ઘટાડો થવો જોઇએ.

ગયા વર્ષે 17 વર્ષની છોકરી સાથે સમંતિથી શારિરિક સંબંધ બનાવવાના એક કેસમાં પકડાયેલા છોકરાને જામીન આપીને દિલ્હી કોર્ટે મહત્ત્વની ટીપ્પણી કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે POCSOનો હેતુ બાળકોને યૌન શોષણથી બચાવવાનો છે, ન કે સગીરો વચ્ચે સમંતિથી બનેલા રોમેન્ટિક સંબંધો ગુનાહિત બનાવવાનો.

આ પહેલાં નવનેમ્બર 2022માં કર્ણાટક હાઇકોર્ટે પણ ઉંમર ઘટાડવા પર વિચાર કરવાનું સૂચન આપ્યું હતું. કર્ણાટક હાઇકોર્ટની 2 જજની બેંચે કહ્યું હતું કે 16 વર્ષની સગીર છોકરીઓના પ્રેમ કરવાના અને પ્રેમી સાથે સમંતિથી સેક્સ માણવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. એવામાં લો કમિશને આ વિશે ફરી વિચાર કરવો જોઇએ. હાઇકોર્ટે સગીર છોકરી સાથે સંબંધ બાંધનાર પ્રેમીને મૂક્ત કરી દીધો હતો.

ભારતમાં 18 વર્ષની ઉંમર પહેલા સેક્સ કરનારા લોકોના આંકડા ચોંકાવનારા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4 અનુસાર, 11 ટકા મહિલાઓએ 15 વર્ષની ઉંમર પહેલા અને 39 ટકા મહિલાઓએ 18 વર્ષની ઉંમર પહેલા જાતીય સંભોગ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp