'ભારતમાં કોન્ડોમની અછત થશે...', રિપોર્ટ પર આરોગ્ય મંત્રાલયે શું કહ્યું?

PC: livehindustan.com

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં કોન્ડોમની અછત ઊભી થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતનો પરિવાર નિયોજન કાર્યક્રમ ખરાબ રીતે પ્રભાવિત થશે, કારણ કે કેન્દ્રીય પ્રાપ્તિ એજન્સી, સેન્ટ્રલ મેડિકલ સર્વિસ સોસાયટી (CMSS) સમયસર ગર્ભનિરોધક સપ્લાય કરવામાં નિષ્ફળ રહી છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, ઓલ ઈન્ડિયા કોન્ડોમ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, જેમાં કોન્ડોમ બ્રાન્ડ 'નિરોધ' બનાવતી કંપનીનો પણ સમાવેશ થાય છે, તેણે સરકારને પત્ર લખીને જાણ કરી હતી કે CMSS કોન્ડોમ ખરીદવામાં નિષ્ફળ રહી છે. પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આવા અહેવાલોને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે.

મંત્રાલયનું કહેવું છે કે સરકાર પાસે ગર્ભનિરોધકનો વર્તમાન સ્ટોક નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, CMSS મંત્રાલયના વિવિધ કાર્યક્રમો માટે વિવિધ દવાઓ અને તબીબી વસ્તુઓની ખરીદી કરે છે અને તેની ટેન્ડર પ્રક્રિયા અને પુરવઠાની સ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવે છે.

CMSS, નવી દિલ્હી સ્થિત, એક સ્વાયત્ત સંસ્થા છે, જે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવે છે. સેન્ટ્રલ પ્રોક્યોરમેન્ટ એજન્સી નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ અને નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ માટે કોન્ડોમ ખરીદે છે.

CMSSએ મે, 2023માં કુટુંબ નિયોજન કાર્યક્રમ માટે 5.88 કરોડ કોન્ડોમ ખરીદ્યા છે. સરકાર પાસે હાલમાં ઉપલબ્ધ કોન્ડોમની સંખ્યા કુટુંબ નિયોજન કાર્યક્રમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી છે.

હાલમાં, NACO (નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન) M/S HLL Lifecare લિમિટેડ કંપની પાસેથી 75% મફત કોન્ડોમ સપ્લાય કરી રહી છે અને CMSS તાજેતરની મંજૂરીના આધારે 2023-24 માટે બાકીના 25% કોન્ડોમ સપ્લાય કરવા જઈ રહી છે.

M/S HLL Lifecare Limited એ NACO માટે 6.6 કરોડ કોન્ડોમ દાનમાં આપ્યા છે. કોન્ડોમની આ સંખ્યા વર્તમાન તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી છે. ઉપરાંત, CMSSની ખરીદી કરવાના વિલંબને કારણે કોન્ડોમની અછતનો કોઈ મામલો સામે આવ્યો નથી.

CMSS ચાલુ નાણાકીય વર્ષમાં કોન્ડોમ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડી ચૂક્યું છે અને ટેન્ડરનું કામ અંતિમ તબક્કામાં છે.

મંત્રાલયે કહ્યું છે કે, તે સ્પષ્ટ કરવામાં આવે છે કે, ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે આરોગ્ય મંત્રાલય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે, ટેન્ડર પ્રક્રિયા અને દવાઓ અને તબીબી વસ્તુઓની સપ્લાય પર દેખરેખ રાખવા માટે મંત્રાલયની સાપ્તાહિક સમીક્ષા બેઠક યોજવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp