પક્ષીઓ ખુલ્લા વીજ વાયર પર બેસે છે, તો પણ કરંટ કેમ નથી લાગતો? વિજ્ઞાન શું કહે છે

PC: twitter.com

તમે ઘણીવાર પક્ષીઓને ઈલેક્ટ્રીક વાયર પર બેઠેલા જોયા હશે! શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઈલેક્ટ્રીક વાયર પર બેસવા છતાં પક્ષીઓને ઈલેક્ટ્રીક શોક કે ઈલેક્ટ્રિક કરંટ કેમ નથી લાગતો? તેઓ ઈલેક્ટ્રીક વાયર પર કૂદવાની કેવી મજા લેતા હોય છે? આવો તમને જણાવીએ કે તેની પાછળનું વિજ્ઞાન શું છે.

સૌ પ્રથમ આપણે વીજળીના પ્રવાહનો નિયમ સમજીએ. વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનની એક પ્રકારની હિલચાલ છે. ઈલેક્ટ્રોન વાયર સાથે આગળ વધે છે અને વીજળીના રૂપમાં આપણા ઘર સુધી પહોંચે છે અને સર્કિટ દ્વારા જમીનમાં જાય છે. આ રીતે એક સર્કિટ પૂર્ણ થાય છે. વીજળી બે સિદ્ધાંતો પર કામ કરે છે.

પ્રથમ- ઇલેક્ટ્રોન હંમેશા આગળની તરફ વધે છે. તેમના પ્રવાહ માટે સર્કિટ પૂર્ણ કરવી જરૂરી છે. જો સર્કિટ પૂર્ણ ન હોય તો કરંટ લાગતો નથી. બીજું- ઈલેક્ટ્રોન્સ હંમેશા ઓછા અવરોધ અથવા પ્રતિકાર સાથે રસ્તો પસંદ કરે છે. જો માર્ગમાં કોઈ અવરોધ આવે તો ઈલેક્ટ્રોન ધાતુ દ્વારા આગળ વધતા જાય છે. ધાતુ વીજળીનું ખૂબ જ સારું વાહક છે. ધાતુ દ્વારા વીજળી સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે.

અહીં તમારે એ જાણવું જ જોઇએ કે, કોઈપણ વિદ્યુત ઉપકરણની સાથે બે વાયર જોડાયેલા હોય છે. આ વાયરોને પ્લગની મદદથી ઇલેક્ટ્રિક બોર્ડ સાથે જોડવામાં આવે છે. જો તમે ઉપકરણના માત્ર એક વાયરને પ્લગ કરો છો, તો તે કામ કરશે નહીં. વીજળીનો આ જ નિયમ પક્ષીઓને પણ લાગુ પડે છે. હકીકતમાં, પક્ષીઓ માત્ર એક ઇલેક્ટ્રિક વાયર પર બેસે છે. તેમના શરીરનું કદ પણ નાનું હોય છે. આ કારણોસર તેઓને ઈલેક્ટ્રીક વાયરથી વીજ કરંટ લાગતો નથી.

તો શા માટે પક્ષીઓને વીજળીનો કરંટ લાગતો નથી? તેનું કારણ એ છે કે, જ્યારે પક્ષી ખુલ્લા તાર પર બેઠું હોય ત્યારે તે તાર સિવાય અન્ય કોઈ વસ્તુના સંપર્કમાં આવતું નથી. જેના કારણે ઈલેક્ટ્રોન તેમની સર્કિટ પૂર્ણ કરી શકતું નથી અને તેઓ અવરોધ વગરના માર્ગે આગળ વધે છે. પરંતુ જો પક્ષી ઇલેક્ટ્રિક વાયર પર બેઠું હોય અને તેનું શરીર કોઈપણ વાયર અથવા જમીનને સ્પર્શે તો તેને જોરદાર ઇલેક્ટ્રિક કરંટ લાગશે.

સરળ ભાષામાં કહીએ તો, જ્યાં સુધી સર્કિટ પૂર્ણ ન થાય અને વીજળી પૃથ્વી પર ન આવે ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ આવતો નથી. જો વીજળી જમીન સુધી આવે તો ઇલેક્ટ્રિક કરંટ ચોક્કસ લાગે છે. પછી તે પક્ષીઓ હોય કે માણસ હોય કે બીજું કોઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp