સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા પછી CJI શું કરે છે? કંઈ વસ્તુઓ પર હોય છે પ્રતિબંધ

PC: livehindustan.com

ભારતના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડને રવિવારે પદ પરથી મુક્ત થશે. હવે તેમના સ્થાને જસ્ટિસ સંજીવ ખન્ના CJIનું પદ સંભાળશે. તેઓ સુપ્રીમ કોર્ટમાં સૌથી વરિષ્ઠ વ્યક્તિ છે. તેઓ ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ હશે. ન્યાય જાળવવામાં અને બંધારણની સુરક્ષામાં CJIની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે.

બંધારણના અનુચ્છેદ 124(7) મુજબ, એકવાર તેમનો કાર્યકાળ પૂરો થઈ જાય, CJI અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશોને કોઈપણ કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ છે. તેનો હેતુ ન્યાયતંત્રની સ્વતંત્રતા અને અખંડિતતામાં જનતાનો વિશ્વાસ જાળવી રાખવાનો છે. ન્યાયતંત્ર લોકશાહીનો આધારસ્તંભ છે.

હવે જો આપણે નિવૃત્તિ પછી CJIની ભૂમિકા વિશે વાત કરીએ, તો તેઓ કોર્ટમાં ભલે કાયદાની પ્રેક્ટિસ નહીં કરી શકે, પરંતુ એવા ઘણા પ્રસંગો છે, જ્યારે તેઓ તેમની ભૂમિકા ભજવી શકે છે અને કોઈપણ રીતે નૈતિક ધોરણોનું ઉલ્લંઘન કરતા નથી. નિવૃત્ત ન્યાયાધીશો ઘણીવાર મધ્યસ્થી બની જાય છે. જટિલ કાનૂની બાબતોને ઉકેલવામાં અહીં તેમનો અભિપ્રાય વધુ મૂલ્યવાન હોય છે. આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિયેશન એક્ટ, 1996 નિવૃત્ત ન્યાયાધીશોને આર્બિટ્રેટર તરીકે કામ કરવાની મંજૂરી આપે છે.

એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો ઘણીવાર રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અથવા NGT જેવા કમિશનની અધ્યક્ષતા કરે છે અથવા તેમાં જોડાય જાય છે. ઘણા નિવૃત્ત ન્યાયાધીશો કાયદાની શાળાઓમાં ભણાવીને તેમનું જ્ઞાન પણ વહેંચે છે. વધુમાં, તેઓ બંધારણીય ભૂમિકાઓ માટે પણ નિયુક્ત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ગવર્નર અથવા સરકારી સમિતિઓના સભ્યો પણ બનાવી શકાય છે.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજો નિવૃત્તિ પછી કેટલાક પદો સંભાળતા હોવા પર રાજકીય ચર્ચા ચાલતી રહેતી હોય છે. મીડિયા અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની નિવૃત્તિ પછી તરત જ રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવી હતી, જેના પર ખુબ જ ઉગ્ર ચર્ચા થઈ હતી, કે શું આવી પોસ્ટ્સ ન્યાયિક સ્વતંત્રતાને નુકસાન પહોંચાડે છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડને ન્યાયિક સેવામાંથી નિવૃત્તિ પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ઔપચારિક વિદાય આપવામાં આવી હતી. ઔપચારિક બેન્ચના ઓનલાઈન સ્ટ્રીમિંગમાં, અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ સહિતના વકીલોએ આઉટગોઇંગ CJIને સંબોધ્યા અને ન્યાયતંત્રમાં તેમના યોગદાનને યાદ કર્યું. ન્યાયાધીશ ચંદ્રચૂડે કોર્ટમાં પોતાના છેલ્લા સંબોધનમાં કહ્યું કે, જો તેમણે ક્યારેય કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો તે તેના માટે માફી માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp