ટ્રેનમાં શું હોય છે HO ક્વોટા,જો તે લાગી જાય તો વેઇટિંગ ટિકિટ પણ કન્ફર્મ થઈ જાય

PC: trainkibaat.com

જ્યારે પણ ત્યાં ટિકિટ બુક કરાવો છો તો અલગ-અલગ ક્વોટા દ્વારા બુકિંગ થાય છે. જે લોકોનો સ્પેશિયલ ક્વોટા હોય છે, તેમને સીટ આપવામાં પણ પ્રાથમિકતા આપવામાં આવે છે, જેમ કે સીનિયર સિટિઝન માટે અલગ ક્વોટા હોય છે અને તેમને સીટ અલોટમેન્ટમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમની સાથે જ પત્રકારો માટે પણ ખાસ ક્વોટા હોય છે અને એવો જ એક ક્વોટા હોય છે, જેનું નામ છે HO ક્વોટા. આ ક્વોટાની ખાસ વાત એ છે કે તેમાં વેઇટિંગ લિસ્ટ પણ કન્ફર્મ થઈ જાય છે.

એવામાં સવાલ એ છે કે આખરે આ ક્વોટા શું છે? તે કોને મળે છે અને શું ટિકિટ બુકિંગ સમયે તેનો સહારો લઈ શકાય છે? સાથે જ સવાલ એવો પણ થાય છે કે આ ક્વોટા કોની સાથે જોડાયેલો હોય છે અને કયા પ્રકારે વેઇટિંગ લિસ્ટવાળી ટિકિટ કન્ફર્મ થઈ જાય છે.

શું હોય છે HO ક્વોટા?

HO ક્વોટા હેડ ક્વાર્ટર કે હાઇ ઓફિશિયલ હોય છે. માનવામાં આવે છે કે, આ ક્વોટાના માધ્યમથી કન્ફર્મ ટિકિટ મળી જ જાય છે. જો કે, આ ક્વોટાનો ઉપયોગ ટિકિટ બુકિંગના સમયે કરી શકાતો નથી. તેમાં પહેલા સામાન્ય વેઇટિંગવાળી ટિકિટ લેવી પડે છે અને તે ટિકિટ હેડ ક્વાર્ટર દ્વારા કન્ફર્મ કરવામાં આવે છે. આ ક્વોટા ઇમરજન્સીમાં મુસાફરી કરનાર લોકો માટે અને VIP લોકો માટે હોય છે. મોટા ભાગના VIP લોકોને જ તેનો ફાયદો મળે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિમાં નોર્મલ લોકોને પણ તેનો ફાયદો મળી શકે છે.

આ ક્વોટા માત્ર રેલવેના ઉચ્ચ અધિકારી, સરકારી ગેસ્ટ, VIP, મંત્રાલયના ગેસ્ટ વગેરે માટે યુઝ કરવામાં આવે છે. તેમાં વેઇટિંગ ટિકિટને કન્ફર્મ કરી દેવામાં આવે છે અને તેની પ્રોસેસ પણ ચાર્ટ તૈયાર થવાના એક દિવસ પહેલા શરૂ થાય છે, જ્યારે તેના દ્વારા ટિકિટ કન્ફર્મ કરવામાં આવે છે તો ચાર્ટ બનવાના સમયે જ ટિકિટ કન્ફર્મની જાણકારી મળી જાય છે. HO ક્વોટામાં ટ્રેનના આધાર પર સીટ હોય છે. સામાન્ય રીતે તેની સંખ્યા ઘણી ઓછી હોય છે અને ટ્રેનના હિસાબે સીટોની સંખ્યાની સમીક્ષા કરવામાં આવે છે.

સામાન્ય વ્યક્તિને કેવી રીતે મળે છે ફાયદો?

સામાન્ય વ્યક્તિને કઈ રીતે તેનો ફાયદો મળી શકે છે અને HO ક્વોટા યુઝ કરવા માટે શું કરવું પડે છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ આ ક્વોટાનો ફાયદો લેવા માગે છે તો તેના માટે યાત્રાની તારીખથી એક દિવસ અગાઉ અરજી કરવાની હોય છે. એવામાં તમારે એ સાબિત કરવાનું હોય છે કે તમારે ક્યાંક ઇમરજન્સીમાં જવાનું છે અને કામ ખૂબ જરૂરી છે.

તેમાં તમારે ઇમરજન્સી સાબિત કરનારા બધા દસ્તાવેજ મુખ્ય રિઝર્વ નિરીક્ષકને આપવાના હોય છે અને તેનું એક ફોર્મ હોય છે, જેને જમા કરવાનું હોય છે. પછી તેના પર એક ગેઝેટેડ અધિકારી પાસે સાઇન કરાવવાનું હોય છે પછી સીટ કન્ફર્મ થઈ જાય છે. ત્યારબાદ તેની જાણકારી મંડળ/ઝોનલ ઓફિસ પાસે મોકલવામાં આવે છે અને પછી અપ્રૂવ થવા પર ટિકિટ કન્ફર્મ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp