શું છે તુર્કી મેરેજ રેગ્યુલેશન, કેમ ભારતમાં ગેરકાયદેસર છે નુસરત જહાંના લગ્ન?

PC: indianexpress.com

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને બાંગ્લા ફિલ્મોના જાણીતા એક્ટ્રેસ નુસરત જહાંએ હાલમાં જ બિઝનેસમેન નિખિલ જૈન સાથે પોતાના લગ્ન તૂટવા પર મૌન તોડ્યું છે. નુસરતનું કહેવું છે કે તેમના લગ્ન ભારતમાં માન્ય નથી એટલે તેમને ઔપચારિક છૂટાછેડાની જરૂરિયાત નથી. નુસરત જહાંએ એક વિસ્તૃત નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે આ લગ્ન ભારતીય કાયદા મુજબ માન્ય નહોતા અને તેની સાથે જ એમ પણ કહ્યું કે આ તુર્કીના કાયદા હેઠળ પણ માન્ય નથી. આવો તો જાણીએ કે આખરે તુર્કીમાં લગ્નનો કાયદો શું છે અને તેની ભારતીય કાયદામાં શું સ્થિતિ છે.

નુસરત જહાં અને નિખિલ જૈનના લગ્ન વર્ષ 2019મા તુર્કીમાં જ ડેસ્ટિનેશન વેડિંગ તરીકે થયા હતા. હવે નુસરતે આ લગ્નને અમાન્ય દરજ્જો આપ્યો છે. તેમનું કહેવું છે કે તુર્કી મેરેજ રેગ્યુલેશન મુજબ વિદેશી ધરતી પર થવાના કારણે આ લગ્ન સમારોહ અસામાન્ય છે. એવામાં એ જાણવું જરૂરી છે કે લગ્નને તુર્કીમાં કેટલી અને કેવી માન્યતા મળે છે એ પણ બે વિદેશીઓના લગ્નને. તુર્કી સિવિલ કોડના ફેમિલી લૉ કોન્ટ્રાક્ટની કડી નિયામક ઔપચારિકતાઓ છે, જેને પૂરી થવી જરૂરી છે.

સિવિલ રજીસ્ટ્રેશન સર્વિસિસ એક્ટમાં તુર્કીમાં લગ્ન કરવાની ઔપચારિકતા બાબતે બતાવવામાં આવ્યું છે. તુર્કીમાં માત્ર સિવિલ મેરેજને જ કાયદાકીય માન્યતા આપવામાં આવે છે. જ્યારે એક દેશમાં બે વિદેશી નાગરિક તુર્કીમાં લગ્ન કરવા માંગતા હોય તો તેમને તુર્કીમાં પોતાના દૂતાવાસ કે એ તુર્કીના અધિકારીઓ સામે ઉપસ્થિત થવું પડશે, જેમને સિવિલ મેરેજ કરાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. તુર્કી અધિકારીઓ સામે લગ્ન કરવા પર તેમને લગ્નની મંજૂરીના પ્રમાણ આપવા પડશે.

આ દસ્તાવેજોને પોતાના દેશ કે પછી તુર્કીમાં તેમના દેશના દૂતાવાસ પાસે મેળવી શકાય છે. લગ્ન કરવા જઈ રહેલા બંને લોકોને લગ્નના દિવસથી થોડા દિવસ પહેલા તુર્કી પહોંચવું પડશે. તેની સાથે જ એક તુર્કી અનુવાદક હોવો જરૂરી છે, જ્યારે બંને જ ઉમેદવારોને તુર્કી (ત્યાંની રાજ ભાષા) ન આવડતી હોય. મહત્ત્વની વાત એ છે કે જો કોઈ બે વિદેશી તુર્કીમાં લગ્ન કરવા માંગતા હોય અને તેઓ પોતાના દેશમાં કાયદાકીય લગ્ન કરી શકતા ન હોય તો તુર્કીમાં પણ લગ્ન કરી શકતા નથી. એ સિવાય દરેક દેશમાં લગ્નના પોતાના કાયદા અને શરતો છે અને એ નિયમો અને શરતો પૂરા કર્યા બાદ જ લગ્નની માન્યતા હોય છે.

એવું જ ભારતમાં છે. એ હિસાબે નુસરત બાબતે ભારતીય કાયદો પણ એ જ રીતે લાગુ થશે જે બીજા દેશના નાગરિકો માટે લાગૂ થાય છે. નુસરતે પોતાના નિવેદનમાં સ્પેશિયલ મેરેજ એક્ટ 1954નો ઉલ્લેખ કર્યો છે જે ભારતમાં મેરેજ જેને રજિસ્ટર્ડ મેરેજ પણ કહેવામાં આવે છે. આ કાયદો ભારતીય નાગરિકો માટે છે પછી ભલે કોઈ પણ ધર્મના હોય. એ હેઠળ થયેલા લગ્નો પર કોઈ પણ પર્સનલ લૉ લાગુ થતા નથી, પરંતુ તે માટે એક કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

નુસરતાના આંતરધાર્મિક લગ્ન છે એટલે આ લગ્ન પર માત્ર આ જ કાયદો લાગુ થઈ શકે છે. નુસરતનું કહેવું છે કે તેના લગ્ન આ કાયદા હેઠળ પણ માન્ય નથી. ઉલ્લેખનીય છે કે નુસરત જહાં અને નિખિલ જૈને ડેસ્ટિનેશન વેડિંગ કરી હતી જેને કાયદાકીય માન્યતા દરેક જગ્યાએ મળી નથી. તે એક રીતેનો લગ્ન સમારોહ હોય છે જેને ઘણા લોકો ખાસ પ્રકારની મેરેજ પાર્ટી કહી દે છે. ભારતમાં પણ લગ્ન સમારોહ કાયદાકીય રૂપે થાય એ જરૂરી નથી. અહીં સુધી કે ધાર્મિક રીત-રિવાજોથી થયેલા લગ્નને પણ છૂટાછેડાના કેસોમાં કેટલીક રીતેની કાયદાકીય અડચણોનો સામનો કરવો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp