સ્વાભિમાન લગ્ન શું છે? સુપ્રીમ કોર્ટે તેને કેમ માન્યતા આપી

PC: jagran.com

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે, જીવન સાથી પસંદ કરવો એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું છે કે હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 7A હેઠળ, સ્વાભિમાન લગ્ન અથવા સુયમરિયાથાઈ લગ્નની ઉજવણી કરવા માટે કોઈ જાહેર સમારંભ અથવા તેની જાહેરાત કરવાની જરૂર નથી.

આ આદેશ સાથે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના 2014ના નિર્ણયને પલટી નાખ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે વર્ષ 2014માં પોતાનો ચુકાદો આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વકીલો દ્વારા કરવામાં આવેલા લગ્નને માન્ય ગણવામાં આવશે નહીં. મદ્રાસ હાઈકોર્ટે સુયમરિયાથાઈ અથવા સ્વાભિમાન લગ્નને માન્ય ગણવાનો ઈન્કાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુનાવણી કરતા 29 ઓગસ્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમિલનાડુમાં સંશોધિત હિંદુ મેરેજ એક્ટ હેઠળ વકીલો પરસ્પર સંમતિથી બે પુખ્ત વયના લોકો વચ્ચે સુયમરિયાથાઈ અથવા સ્વાભિમાન લગ્ન કરાવી શકે છે. આ મામલાની સુનાવણી કરતા S. રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ અરવિંદ કુમારની બેંચે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, વકીલો કોર્ટના ઓફિસર તરીકે લગ્ન કરાવી શકતા નથી. તેના બદલે, યુગલને વ્યક્તિગત રીતે જાણવાના આધારે, તે કાયદાની કલમ 7A હેઠળ લગ્ન કરાવી શકે છે.

તમિલનાડુ સરકારે વર્ષ 1968માં સુયમરિયાથાઈ લગ્નોને કાયદેસર બનાવવા માટે કાયદાની જોગવાઈઓમાં સુધારો કર્યો હતો. આ લગ્નનો હેતુ કોઈપણ લગ્નની પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો. આ લગ્નનો હેતુ લગ્ન પ્રણાલીને બ્રાહ્મણ પૂજારીઓની ચુંગાલમાંથી મુક્ત કરવાનો હતો. વર્ષ 1968માં, હિંદુ મેરેજ એક્ટ 1995 (સુધારો) વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદામાં કલમ 7A ઉમેરવામાં આવી હતી. આ કલમ હેઠળ સ્વાભિમાન લગ્નને માન્ય જાહેર કરવામાં આવ્યા હતા.

સ્વાભિમાન લગ્ન બે લોકોને કોઈપણ રીત રિવાજો અને ધાર્મિક વિધિઓનું પાલન કર્યા વિના લગ્ન કરવાની મંજૂરી આપે છે. અહીં તમને જણાવી દઈએ કે, આવા લગ્નોને કાયદેસર રીતે રજીસ્ટર કરાવવા પણ જરૂરી છે. આવા લગ્નથી લોકોના પૈસા રિવાજો અને ધાર્મિક વિધિઓમાં વેડફાતા નથી.

સમાજ સુધારક અને નેતા પેરિયાર E.V. રામાસ્વામીએ 1925માં તમિલનાડુમાં સ્વાભિમાન આંદોલન શરૂ કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય જાતિના ભેદભાવને દૂર કરવાનો અને સમાજમાં રહેલા નીચલી જાતિના લોકોને સન્માન આપવાનો હતો. સ્વાભિમાન ચળવળમાંથી સ્વાભિમાન લગ્ન નીકળીને બહાર આવ્યા. વર્ષ 1928માં પ્રથમ સ્વાભિમાન લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાભિમાન લગ્નમાં, કોઈપણ ધર્મ અને જાતિના લોકો એકબીજા સાથે લગ્ન કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp