શું છે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના? જેના અધ્યક્ષની નિધને રાજસ્થાન હલાવી દીધુ

PC: hindi.news24online.com

જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને તેમના ઘરની અંદર જ અજાણ્યા હુમલાવરોએ ગોળી મારી દીધી. આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે, પરંતુ હાલમાં તેઓ ફરાર ચાલી રહ્યા છે. બીજી તરફ આખી ઘટના સુખદેવના ઘરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. જાણવા મળ્યું કે, 20 સેકન્ડની અંદર 6 વખત ગોળીઓ ચલાવવામાં આવી. ઘટના બાદ જયપુર સહિત રાજસ્થાનના ઘણા શહેરોમાં તણાવ જોવા મળી રહ્યો છે. કરણી સેનાના કહેવા પર આજે રાજસ્થાન બંધ છે.

શું છે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના?

આ એક ગેર-રાજનીતિક સંગઠન છે, જેનો પાયો વર્ષ 2006માં લોકેન્દ્ર સિંહ કાલવીએ નાખ્યો હતો. કાલવી પોતાને રાણી પદ્મિનીની 37મી પેઢીથી બતાવતા હતા. 6 ફૂટ કરતા ઊંચા કાલવીના કહેવામાં પર આખો રાજપૂત સમાજ ભેગો થઈ જતો. જલદી જ તેમને એ અનુભવ થઈ ગયો જો રાજપૂતોની ભાવનાઓને મંચનું રૂપ આપવું હોય તો એક સંગઠન બનાવવું પડશે. આ પ્રકારે કરણી સેના તૈયાર થઈ, જેનું નામ કરણી માતાના નામ પર પડ્યું. હાલમાં કાલવી તો નથી, પરંતુ કરણી સેના રાજપૂતોના સંગઠન તરીકે આખા રાજસ્થાનમાં ફેલાઈ ચૂક્યું છે. તેનો દાવો છે કે આ રાજપૂતોનું ગૌરવ બનાવી રાખવાનું કામ કરી રહ્યું છે.

રાજસ્થાનમાં રાજપૂતોની વસ્તી સારી એવી છે. કરણી સેના એકલું મોટું સંગઠન છે, જે રાજપૂતોને બાંધીને રાખે છે. ખાસ કરીને રાજપૂત બહુધા વિસ્તારોમાં તેની પકડ મજબૂત છે. એવામાં રાજપૂત વૉટરોને લોભાવવા માટે પાર્ટીઓ કરણી સેનાને ખૂબ મહત્ત્વ આપતી રહી. રાજપૂત બહુધા વિસ્તાર જેમ જયપુરના ઝોટવાડા, ખાતીપુરા, વૈશાલી અને મુરલીપુરામાં કરણી સેનાના લોકો એક ફોન કે સંદેશ પર જમા થઈ જાય છે. ધીરે ધીરે તેનો દાયરો સતત વધતો જ જઈ રહ્યો છે. હવે બિહાર, ઉત્તર પ્રદેશ અને અહી સુધી કે બિહારથી નજીક નેપાળના હિસ્સામાં પણ કરણી સેનાની ઉપસ્થિતિની વાત થઈ રહી છે.

પહેલી વખત કરણી સેનાનું નામ થોડા વર્ષો અગાઉ આવેલી પદ્માવત ફિલ્મથી ચર્ચામાં આવ્યું. દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર અભિનીત ફિલ્મને લઈને કરણી સેનાએ આરોપ લગાવ્યો હતો કે તેની સ્ટોરી લાઇનથી રાજપૂતોની આન-બાન-શાનને ઠેસ પહોંચી છે. સિનેમાઘરો સામે ખૂબ હોબાળો મચ્યો. પોસ્ટર સળગાવ્યા. અહી સુધી કે ઘણી જગ્યાઓ પર ફિલ્મ સિનેમાઘરોમાં પણ ન આવી શકી. એ સિવાય કરણી સેનાએ ત્યારે પણ ખૂબ વિરોધ કર્યો હતો, જ્યારે 10 લાખ રૂપિયાનો ઇનામી બદમાશ આનંદપાલ માર્યો ગયો. તે રાજપૂત સમુદાયનો હતો.

લોકોનો આરોપ હતો કે પોલીસમાં સમર્પણ બાદ સિંહનું નકલી એનકાઉન્ટર કરી દેવામાં આવ્યું. આજકાલ હિન્દુત્વના મુદ્દા પર પણ કરણી સેના કામ કરી રહી છે, જેથી તેનું નામ આવતું રહે છે. લોકપ્રિયતા વધવા સાથે જ સંગઠનમાં જૂથબંધી થવા લાગી. બધાનું ઉદ્દેશ્ય એક હતું, રાજપૂતોની શાન બનાવી રાખવાનું, પરંતુ રીત અને અંદાજ અલગ-અલગ હતા. કોઈ પદ્માવત અને જોધા અકબર જેવી ફિલ્મોમાં રાજપૂત મર્યાદાને દેખાડવા પર હુમલાવર હતું, તો કોઈનું કહેવું હતું કે તેનાથી તેના પર નહીં, પરંતુ અસલી મુદ્દા પર કામ કર્યું જોઈએ. EWS અનામત વધારવા જેવા મામલા પર પણ વિવાદ હતો.

આંતરિક કલેશ વધવા પર સંગઠનને 3 હિસ્સામાં વહેચી દેવામાં આવ્યું. રાજપૂત કરણી સેવા સમિતિ, રાજપૂત કરણી સેવા અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના. આ ત્રણ હિસ્સા થઈ ગયા. આ ત્રણેય જ ગ્રુપ પોતાની રીતોથી એક જ કામ પર ફોકસ કરવા લાગ્યા. રાષ્ટ્રીય કરણી સેના સમિતિના અધ્યક્ષ અજીત સિંહ છે, જ્યારે રાજપૂત કરણી સેનાને માર્ચ 2023 સુધી લોકેન્દ્ર સિંહ કલાવી લીડ કરી રહ્યા હતી. કાર્ડિયાક અરેસ્ટથી તેમના મોત બાદ હાલમાં અધ્યક્ષના નામ પર જાણકારી સાર્વજનિક ન થઈ શકી. ગોગામેડી શ્રી રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ હતા. આ સંગઠન રાજપૂતોની અસ્મિતા સાથે સાથે હિન્દુત્વ પર પણ વાત કરે છે. એવામાં તેની લોકપ્રિયતા બાકીઓથી વધારે માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp