રાજ્ય મંત્રી અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી વચ્ચે શું તફાવત હોય?

PC: jansatta.com

નરેન્દ્ર મોદીએ PM તરીકે શપથ લીધા છે. તેમણે સતત ત્રીજી વખત દેશના PM તરીકે શપથ લીધા. PM નરેન્દ્ર મોદીની કેબિનેટમાં કુલ 72 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. PM નરેન્દ્ર મોદીની કેબિનેટમાં 30 કેબિનેટ મંત્રીઓ, 36 રાજ્ય મંત્રીઓ અને 5 સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. હવે ઘણા લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, રાજ્યમંત્રી અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી વચ્ચે શું તફાવત છે અને તેમની ભૂમિકા શું છે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, PM પછી કેબિનેટ મંત્રીનું પદ આવે છે અને તેના પછી સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી આવે છે. રાજ્યમંત્રી ત્રીજા સ્થાને આવે છે.

રાજ્યમંત્રી કેબિનેટ મંત્રીના સહયોગી છે. મહત્વની વાત એ છે કે, રાજ્યકક્ષાના મંત્રી કેબિનેટની બેઠકમાં હાજરી આપતા નથી. રાજ્યમંત્રી કેબિનેટ મંત્રીના નેતૃત્વમાં કામ કરે છે અને જો કેબિનેટ મંત્રી ગેરહાજર હોય તો તે તેમની ગેરહાજરીમાં મંત્રાલયનું તમામ કામ જુએ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમંત્રી PMને નહીં પણ કેબિનેટ પ્રધાનને જ રિપોર્ટ કરે છે.

સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રીનું પદ રાજ્યમંત્રીના પદ કરતા મોટું હોય છે. મહત્વની વાત એ છે કે, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી સીધા PMને રિપોર્ટ કરે છે અને મંત્રાલયની સંપૂર્ણ જવાબદારી તેમની પાસે હોય છે. સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી તેમના વિભાગના કેબિનેટ મંત્રીને જવાબદાર નથી. જો કે, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી પણ કેબિનેટની બેઠકમાં હાજરી આપતા નથી. પરંતુ જો જરૂર જણાય તો તેમને પણ મીટીંગ માટે બોલાવી શકાય છે.

PM નરેન્દ્ર મોદીની નવી કેબિનેટ સાતત્ય અને સાવધાનીનો સંકેત આપે છે. પરિસ્થિતિ રાજકીય રીતે સ્થિર છે અને તેના પર તેમનો અંકુશ છે, તે બતાવવા માટે તેમણે તેમના ઘણા જૂના અને અનુભવી સાથીઓને જાળવી રાખ્યા છે. એવું લાગે છે કે, PM નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક દિવસોમાં ગિયર્સ બદલ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ સરકાર મોદી કે BJP સરકાર નથી પરંતુ NDA સરકાર છે. NDAને શરૂઆતથી જ પ્રાથમિકતા આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp