શ્રીરામે વનવાસનો સમય વિતાવેલો એ શ્રી કાલારામ મંદિરનું ધાર્મિક મહત્ત્વ શું છે?

PC: tv9hindi.com

અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભક્તો પણ પોતાની રીતે શ્રી રામ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરશે. અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય 'પ્રાણ-પ્રતિષ્ઠા' સમારોહના માત્ર 10 દિવસ પહેલા જ PM મોદી શ્રી રામના જીવન સાથે જોડાયેલી એક ખાસ જગ્યા પર પહોંચ્યા છે અને તે સ્થળ છે શ્રી કાલારામ મંદિર. PM મોદીની આ સ્થળની મુલાકાત વધુ મહત્વ ધરાવે છે, કારણ કે ભગવાન રામના જીવનમાં તેનું ઘણું મહત્વ છે.

 

PM નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા 11 દિવસીય વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરી છે, જેમાં PM નરેન્દ્ર મોદી આજે નાસિકમાં ગોદાવરીના કિનારે સ્થિત શ્રી કાલારામ મંદિર પહોંચ્યા હતા. શ્રી કાલારામ મંદિર નાસિકના પંચવટી વિસ્તારમાં આવેલું છે.

 

રામાયણ સાથે જોડાયેલા સ્થળોમાં પંચવટીને સૌથી વિશેષ અને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે કારણ કે, અહીં રામાયણની ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી. ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીએ કેટલાક વર્ષો પંચવટી ક્ષેત્રમાં સ્થિત દંડકારણ્ય જંગલમાં વિતાવ્યા હતા. પંચવટી નામનો અર્થ થાય છે 5 વટવૃક્ષોની જમીન. એવું માનવામાં આવે છે કે, ભગવાન રામે અહીં તેમની ઝૂંપડીની સ્થાપના કરી હતી કારણ કે 5 વડના વૃક્ષોની હાજરી આ વિસ્તારને શુભ બનાવે છે. અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય 'પ્રાણ-પ્રતિષ્ઠા' સમારોહના માત્ર 11 દિવસ પહેલા, PM મોદીની આ સ્થળની મુલાકાત વધુ મહત્વ ધરાવે છે, કારણ કે ભગવાન રામના જીવનમાં તેનું ખૂબ મહત્વ છે. તો ચાલો જાણીએ શ્રી કાલારામ મંદિર કેમ આટલું ખાસ છે.

 

શ્રી કાલારામ મંદિર મહારાષ્ટ્રના નાસિક શહેરના પંચવટી વિસ્તારમાં આવેલું એક જૂનું હિન્દુ મંદિર છે. ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીએ વનવાસનો સમય પંચવટીમાં વિતાવ્યો હતો. આ નાસિકનું સૌથી ખાસ મંદિર માનવામાં આવે છે. કાલારામ મંદિર ભગવાન રામને સમર્પિત છે, જે ગર્ભગૃહની અંદર કાળા પથ્થરની મૂર્તિના રૂપમાં સ્થાપિત છે. આ મંદિરમાં ભગવાન શ્રી રામની સાથે માતા સીતા અને લક્ષ્મણજીની મૂર્તિઓ પણ સ્થાપિત છે.

 

આ મંદિર વિશે કહેવાય છે કે, સરદાર રંગારુ ઓઢેકર નામના વ્યક્તિના સપનામાં ભગવાન રામ આવ્યા હતા. ગોદાવરી નદીમાં કાળા રંગની મૂર્તિ તરતી જોવા મળી. વહેલી સવારે નદી કિનારે પહોંચ્યો અને ખરેખર શ્રી રામની કાળી મૂર્તિ હાજર હતી. તેને લાવીને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ મંદિરનું નિર્માણ વર્ષ 1782માં થયું હતું. પહેલા અહીં લાકડામાંથી બનેલું મંદિર હતું. આ મંદિરને બનાવવામાં 12 વર્ષ લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp