નદી-નહેર વગર ખેતરમાં બનેલા પુલનું રહસ્ય શું? વીડિયો પર બિહાર સરકારે આપ્યો જવાબ

PC: livehindustan.com

બિહારના અરરિયામાં નદી અને નહેર વગરના પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે આ પુલ ખેતરની વચ્ચે કેમ બનાવવામાં આવ્યો છે, જ્યારે તેને જોડતો કોઈ રસ્તો નથી કે નથી તેની નીચે નદી કે ગટર. હવે બિહાર સરકારે આ બ્રિજ અંગે સફાઈ આપી છે.

બિહાર સરકારના ગ્રામીણ બાંધકામ વિભાગ (RWD)ના અધિક મુખ્ય સચિવ દીપક કુમાર સિંહે જણાવ્યું કે, જે પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અરરિયા જિલ્લાના રાનીગંજ બ્લોકમાં દુલરદેઈ નદી પર બનાવવામાં આવ્યો છે.

મીડિયા સૂત્ર સાથે વાત કરતા વિભાગના અધિકારીએ જણાવ્યું કે, 'આ ફોટો ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે ગટર સુકાઈ ગઈ હતી. અમારી પાસે પુલના નવીનતમ ચિત્રો છે, જે 3.2 Km લાંબા રોડ પ્રોજેક્ટનો ભાગ છે. પ્રોજેક્ટનો મોટો ભાગ પૂર્ણ થઈ ગયો છે, જ્યારે આસપાસના વિસ્તારમાં કામ અટકી ગયું છે.'

RWDના અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર, 'સ્થાનિક લોકોએ સ્થળ પર કામ ખોરવ્યું હતું અને દાવો કર્યો હતો કે, તે તેમની ખાનગી જમીન છે અને સરકારી જમીન નથી. આ વિવાદને ઉકેલવા માટે વિભાગે રાણીગંજ બ્લોકના સર્કલ ઓફિસરને પત્ર લખ્યો છે.'

તેમણે કહ્યું કે આ રોડ મુખ્યમંત્રી ગ્રામ સંપર્ક યોજના (MMGSY) હેઠળ 3 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

અરરિયાના ફોર્બ્સગંજ વિભાગના અન્ય RWD અધિકારીએ જણાવ્યું હતું કે, 'જ્યારે 27 એપ્રિલ, 2023ના રોજ પ્રોજેક્ટ શરૂ થયો, ત્યારે જમીનની માલિકીનો દાવો કરવા માટે કોઈ આવ્યું ન હતું, પરંતુ જ્યારે અધિકારીઓએ બાંધેલા પુલને ગામના રસ્તાઓ સાથે જોડવાનું શરૂ કર્યું, ત્યારે વાંધો ઉઠાવવામાં આવ્યો, જમીનના રેવન્યુ રેકોર્ડની ચકાસણી કર્યા પછી કામ શરૂ કરવામાં આવ્યું હતું.'

ગ્રામજનોનું કહેવું છે કે, જે જગ્યાએ પુલ બનાવવામાં આવ્યો છે ત્યાં દુલરદેઈ નામની મૃત નદી છે. જે માત્ર વરસાદના મહિનાઓમાં જ લોકો માટે સમસ્યા બની જાય છે અને અન્ય ઋતુઓમાં તે ત્યાં સુકાઈ જાય છે. ગ્રામજનો સાથે સંપર્ક જાળવવા માટે, તેના પર એક પુલ બનાવવામાં આવ્યો હતો, જે ફક્ત વરસાદની ઋતુમાં જ પાણી રહેતું હોય છે. તેમનું કહેવું છે કે, હવે માત્ર ખાનગી જમીન છે, જેને પ્લાન પાસ કરતા પહેલા ધ્યાનમાં લેવામાં આવી ન હતી. ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી પૈસાની ઉચાપત કરવાના ઈરાદે આ કામ કરવામાં આવ્યું હતું.

આ અંગે અરરિયાના DM ઇનાયત ખાને કહ્યું હતું કે, આ બાબત તેમના ધ્યાન પર આવી છે. જેમાં કાર્યપાલક ઈજનેર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ સાથે SDO, CO સહિત સંબંધિત એન્જિનિયરને ઘટના સ્થળ અને વિસ્તારની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું છે. આ કામ યોગ્ય રીતે થયું હતું કે નહીં, ભૂતકાળમાં યોગ્ય તકેદારી રાખવામાં આવી હતી કે કેમ, જમીન બાબતે તમામ માહિતી અને તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે જમીન ઉપલબ્ધ ન હતી ત્યારે આ યોજના કેવી રીતે તૈયાર કરવામાં આવી? તમામ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે, પુલ અને રસ્તા સહિતની આ યોજના કઈ રીતે ઉપયોગી થઈ શકે. સમગ્ર મામલાને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp