ભારતમાં પૂર્વ વડાપ્રધાનને કેવી સુરક્ષા મળે છે?

PC: twitter.com

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેની થોડા સમય પહેલા જ રોડ પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમાચારે આખા વિશ્વના હોંશ ઉડાવી દીધા હતા. ફક્ત જાપાન કે એશિયાઇ મૂળના લોકો જ નહીં, આખુ વિશ્વ આ ઘટના બાદ સવાલ ઉઠાવી રહ્યું છે કે, આટલા મોટા હોદ્દા પરનો વ્યક્તિ પણ સુરક્ષિત નથી? શું કોઇ નેતા ફક્ત ત્યારે જ સુરક્ષિત છે કે જ્યાં સુધી તે હોદ્દા પર છે. હોદ્દો છૂટ્યા બાદ શું?

આ કોઇ પહેલી વખત નથી કે કોઇ નેતાની હત્યા આ રીતે કરવામાં આવી હોય. તેનાથી નેતાઓની સુરક્ષાને લઇને સવાલ પૈદા થાય છે. જાપાનના સંદર્ભમાં સવાલ કરતી વખતે આપણા દેશ પર પણ નજર પડે જ છે. ભારતમાં વડાપ્રધાનના પદ પર રહી ચૂકેલા વ્યક્તિને SPGની સુરક્ષા આપવામાં આવે છે. આ સમયે આ અભેદ્ય સુરક્ષા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી રહી છે.

પણ, આ રિપોર્ટ હાલના વડાપ્રધાન વિશે નથી, પણ પૂર્વ વડાપ્રધાનો વિશે છે. શિંઝો આબે જાપાનના પૂર્વ વડાપ્રધાન હતા અને તેમને એક સામાન્ય વ્યક્તિએ સરળતાથી ગોળી મારી દીધી. તો એ વાત સામાન્ય છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન સાથે પણ આ ઘટના બની શકે છે.

શરૂઆતમાં જ આપણે SPGનો ઉલ્લેખ કર્યો હતો. SPG એટલે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ. આ ભારત સરકારની એક સુરક્ષા એજન્સી છે, જેની એકમાત્ર જવાબદારી વડાપ્રધાન અને તેમના પરિવારને સુરક્ષા પ્રદાન કરવાની છે. વર્ષ 1984માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ વર્ષ 1988માં એક એક્ટ હેઠળ SPGની સ્થાપના કરવામાં આવી. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ એક્ટ, 1988. દેશ અને વિદેશમાં વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી SPGની હોય છે. તેની સાથે આ ગ્રૂપ વડાપ્રધાનના નજીકના લોકોને પણ સુરક્ષા પ્રદાન કરે છે. જોકે, પરીવારના સભ્યો સુરક્ષા માટે ઇનકાર કરી શકે છે.

વર્ષ 1988 સુધી પૂર્વ વડાપ્રધાનોને આ સુરક્ષા આપવામાં નહોતી આવતી. તેના આધારે વીપી સિંહની સરકારે 1989માં રાજીવ ગાંધીની SPG સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. પણ 1991માં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી. ત્યારે SPG કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા. હવે પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારને પણ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી આ સુરક્ષા આપવામાં આવે છે.

2003માં વધુ એક સંશોધન કરવામાં આવ્યું. તેના અનુસાર પૂર્વ વડાપ્રધાનને સત્તા છોડ્યાના 1 વર્ષ સુધી જ SPG મળશે. પણ 2019માં SPG એક્ટ, 2019 દ્વારા તેમાં થોડા વધુ ફેરફાર કરવામાં આવ્યા, જે પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારની સુરક્ષા પર સીધી અસર કરે છે.

2019થી પૂર્વ વડાપ્રધાનોની સુરક્ષામાં શું ફેરફાર આવ્યા?

2019માં થયેલા નવા સંશોધનોએ SPGને ફક્ત વડાપ્રધાન અને તેમની સાથે રહેતા લોકો તથા તેમના નજીકના સભ્યો સુધી સીમીત કરી દીધી છે. તે હેઠળ પૂર્વ વડાપ્રધાન ઓફિસ છોડ્યા બાદ પોતાની સુરક્ષાને 5 વર્ષ માટે લંબાવી શકે છે. જોકે, આવું IBના થ્રેટ એસેસમેન્ટના આધારે થઇ શકે છે.

આ સંશોધન લાગુ થતાં જ, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ, હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન, તેમના પત્ની જશોદાબેન મોદી વગેરા જેવા લોકોને SPGની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. જોકે, તેમને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી Z+ થી Y કેટેગરીની અલગ અલગ સુરક્ષા કવર આપવામાં આવ્યા છે.

શું છે X, Y અને Z સીક્યોરીટી?

આપણા દેશમાં ઉચ્ચ પદો પર કામ કરી રહેલા કે કરી ચૂકેલા લોકોને અલગ અલગ કેટેગરીઝ હેઠળ પ્રોટેક્શન કવર પ્રદાન કરવામાં આવે છે. X લેવલ, Y લેવલ, Z લેવલ અને Z+ લેવલના પ્રોટેક્શન હોય છે.

X કેટેગરી

આ લેવલ પાંચમા નંબરનું ક્રિટિકલ સીક્યોરીટી લેવલ છે. તેમાં બ સીક્યોરીટી પ્રોફેશનલ હોય છે. બન્ને બંદૂકધારી પોલીસ ઓફિસર. એક પર્સનલ સીક્યોરીટી ઓફિસર હોય છે. ભારતમાં ઘણા લોકોને આ કવર ઓફર કરવામાં આવે છે.

Y કેટેગરી

આ લેવલ ચોથા નંબરનું ક્રિટિકલ સીક્યોરીટી લેવલ છે. તેમાં હેઠળ 11 લોકોનું ક્રૂ હોય છે. જેમાં, એકથી બે NSG કમાંડો અને પોલીસ કર્મીઓ હોય છે. સાથે જ, તેમાં 2 પર્સનલ સીક્યોરીટી ઓફિસર હોય છે. દેશના કેટલાક લોકોને Y કેટેગરીનું પ્રોટક્શન પ્રદાન કરવામાં આવે છે.

Z કેટેગરી

આ લેવલમાં 22 લોકોનું ક્રૂ હોય છે. તેમાં 4 – 5 કમાન્ડો હોય છે, સાથે જ પોલીસ કર્મી પણ હોય છ. આ દેશની ત્રીજી સૌથી હાઇ લેવલની સીક્યોરીટી છે. Z લેવલ પ્રોટક્શનમાં ભારત-તીબેટ બોર્ડર પોલીસ, દિલ્હી પોલીસ અને CRPFના જવાનનો દ્વારા સુરક્ષા મળે છે. સાથે એક એસ્કોર્ટ કાર પણ મળે છે.

 Z+ કેટેગરી

આ કેટેગરીમાં 55 મેમ્બર્સની વર્કફોર્સ હોય છે. તેમાં 10થી વધુ NSG કમાન્ડો અને પોલીસકર્મીઓ હોય છે. તમાં દરેક કમાન્ડોને એક્સપર્ટ લેવલની માર્શલ આર્ટ અને અનઆર્મ્ડ કોમ્બેટ ટ્રેનિંગ મળે છે.

Yથી લઇને Z+ કેટેગરી સુધીનું પ્રોટેક્શન કવર હલકી વાત નથી. દેશમાં સૌથી પ્રમુખ પદ પર રહેલા વ્યક્તિઓના આ 4 કવર આપવામાં આવે છે. જેમાં ટ્રેઇન્ડ પ્રોફેશનલ્સ સુરક્ષાની જવાબદારી ઉઠાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp