આ તે કેવી બેશરમી, શહીદ કેપ્ટનની માતા રડતી હતી, મંત્રીને ચેક આપતા ફોટા પડાવવા હતા

PC: prabhasakshi.com

રાજકારણીઓ કેટલી નફ્ફટ ચામડીના અને બેશરમ હોય છે તેનો એક દાખલો ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે. શહીદ થયેલા કેપ્ટનની માતે ચોધાર આંસુએ પુત્રનો મોતનો શોકમાં રડી રહ્યા હતા ત્યારે ઉત્તર પ્રદેશના મંત્રી ચેક આપવા આવ્યા હતા. તેમને માતા રડી રહી હતી તેનો કોઇ ફરક પડતો નહોતો, પરંતુ તેમને ચેક આપતો ફોટો પડાવવામાં વ્યસ્ત હતા.

એટલી હદ સુધી કે બે-ત્રણ જણાએ માતાને પકડી રાખીને ફોટો પડાવી લીધો. માતા કહી રહી હતી કે આ બધા તમાશા બંધ કરો, પરંતુ બેશરમ નેતાઓને કેપ્ટન શહીદની ગરીમાની કોઇ પડી નહોતી. માતા રડતા રડતા કહેતી હતીક મારા દીકરાને લાવો, આ શબ્દોથી બધા નિસ્તબ્ધ હતા, પરંતુ UPના મંત્રીને તો ફોટો પડાવવાની જ લ્હાય હતી.

ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય આગ્રામાં શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાના ઘરે પહોંચ્યા હતા. મંત્રીએ રાજ્ય સરકારના વડા યોગી આદિત્યનાથ વતી શહીદના માતા-પિતાને 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો. શહીદની માતાને ગૃહના દરવાજે મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કેપ્ટન શહીદની માતાને ચેકની કોઇ પડી નહોતી, તેના માટે તો પુત્ર ગુમાવવાનું દુખ હતું. માતા તો દીકરાના પાર્થિવ શરીરની રાહ જોઇ રહી હતી અને મંત્રી ચેક આપીને ફોટો ક્લીક કરવા અડી ગયા હતા.

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શહીદ થયેલા કેપ્ટન શુભમ ગુપ્તાનો પરિવાર શોકમાં ગરકાવ છે. આગ્રામાં સરકાર દ્વારા પરિવારને 50 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય 25-25 લાખ રૂપિયાના બે ચેક લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન કેપ્ટન શુભમની માતા ખૂબ રડવા લાગી. તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ હવે UPના કેબિનેટ મંત્રીઓ આને લઈને વિપક્ષના પ્રહારો હેઠળ આવ્યા છે.

સમાજવાદી પાર્ટીએ કહ્યુ કે, રડતી માતાના આંસુઓનું આ અપમાન છે. શહીદોના નામ પર રાજકારણ કરવાવાળા ભાજપ વાળા શરમજનક હરકત માટે માફી માંગે.

શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પણ સોશિયલ મીડિયા પર લખ્યું, 'પ્રદર્શન ન યોજો', માતા હતાશામાં વિનંતી કરી રહી છે, તેમ છતાં મંત્રી તેમનું ફોટો સેશન ચાલુ રાખી રહ્યા છે. આ કેવી બેશરમી છે? તેઓ શહીદના પરિવારને કેમેરા વિના શાંતિપૂર્ણ રીતે શોક મનાવવા પણ નહીં દે. હૃદયહીન.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ X પર વીડિયો શેર કરીને લખ્યું, ભાજપમાં B નો અર્થ બેશરમ હોવો જોઈએ અને P નો અર્થ પ્રચાર હોવો જોઈએ.

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે અધિકારીઓ અને બે જવાન શહીદ થયા હતા. શહીદ થયેલા જવાનોમાં આગ્રાના કેપ્ટન શુભમ ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. સેનાને રાજૌરીમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 2 આતંકવાદીઓ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp