ઇલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ પછી પાર્ટીઓ પાસે હવે ફંડ મેળવવાના કયા વિકલ્પો છે?

PC: twitter.com

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઇલેક્ટોરલ બોન્ડ પર તાત્કાલિક રોક લગાવતો આદેશ કર્યો હતો અને સાથે કહ્યુ હતું કે, ઇલેક્ટોરલ બોન્ડ ગેરબંધારણીય છે. કોર્ટે સ્ટેટ બેંકને 6 માર્ચ સુધીમાં 12 એપ્રિલ 2019થી માંડીને અત્યાર સુધીના હિસાબ રજૂ કરવા કહ્યું છે. કોણે દાન આપ્યું, કઇ પાર્ટીને દાન ગયું એ બધી વિગતો સુપ્રીમ કોર્ટે માંગી છે.

હવે જ્યારે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ પરં પ્રતિબંધ મુક્યો છે તો રાજકીય પાર્ટીઓ પાસે ફંડ મેળવવા માટે કયા વિકલ્પો બચ્યા છે?

ઇલેક્ટોરલ બોન્ડ તો 2018થી આવ્યા, પરંતુ એ પહેલા પણ રાજકીય પાર્ટીઓ જુદી જુદી રીતે ફંડ ભેગું કરતી હતી. એક વિક્લ્પ એ છે કે ચેકથી દાન લઇ શકાય, પરંતુ તેની વિગત ચૂંટણી પંચને આપવી પડે છે. લગભગ 4 દશક પહેલાં રાજકીય પાર્ટીઓ રસીદ બુક રાખતી હતી અને લોકો પાસેથી ઘરે ઘરે જઇને ફંડ ઉઘરાવતી અને દાનની રસીદની રકમ આપતી હતી. આ વિકલ્પ અજમાવી શકે. આ ઉપરાંત ક્રાઉડ ફડીંગ અને કોર્પોરેટ ડોનેશન દ્વારા પણ રાજકીય પાર્ટીઓ ફંડ ભેગું કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp