દિલ્હીમાં ચોરોએ ચોરી કરતા પહેલા કર્યો ડાન્સ, જુઓ વીડિયો

PC: manglishmovies.com

નવી દિલ્હી લાહૌરી ગેટની રંગમહેલ વિસ્તારની એક ગલીની દુકાનોમાં ચોરી કરવા આવેલા કેટલાક ચોરોનો ચોરી કરવાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. ચોરીની આ ઘટનાના CCTV ફૂટેજ અનુસાર 11, જૂનના સવારે 4 વાગ્યાના સુમારે 5 જેટલા ચોર ચોરી કરવા માટે ગલીમાં પ્રવેશ કરે છે. પરંતુ ચોરી કરતા પહેલા એક ચોર મિથુન ચક્રવર્તીની સ્ટાઈલમાં કેમેરાની સામે ડાન્સ કરે છે અને પછી થોડો આગળ આવ્યા બાદ પોતાનું મોં રૂમાલથી ઢાંકી દે છે. ત્યાર બાદ તેની પાછળ અન્ય બીજા ચોર ગલીમાં પ્રવેશ કરે છે. પછી બધા ચોર સાથે મળીને CCTV કેમરાની સામે દુકાનનું તાળું તોડીને ચોરી કરવાનું શરૂ કરે છે. ચોર દુકાનમાંથી મોબાઈલ, હાર્ડડિસ્ક અને દુકાનમાં રહેલી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. દુકાન માલિકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સાથે પહોંચી તપાસ શરૂ કરી હતી.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp