હરિયાણામાં MLAનું નિધન, નાયબ સૈની સરકાર પર શું થશે અસર? જાણો નંબર ગેમ

PC: ndtv.in

હરિયાણામાં લઘુમતી ભારતીય જનતા પાર્ટીની સરકારનું સંકટ વધુ ઘેરી બન્યું છે. અપક્ષ ધારાસભ્ય રાકેશ દૌલતાબાદનું હાર્ટ એટેકથી નિધન થયું છે, જેના પછી સરકાર બહુમતી સંકટનો સામનો કરી રહી છે. હરિયાણામાં BJPને 42 ધારાસભ્યોનું સમર્થન છે. ચાલો એક વાર હરિયાણા વિધાનસભાનું અંકગણિત સમજીએ.

હાલમાં હરિયાણામાં 90 ધારાસભ્યોના ગૃહમાં કુલ 87 ધારાસભ્યો છે. પૂર્વ CM મનોહર લાલ ખટ્ટર અને રણજીત ચૌટાલાના રાજીનામા પછી ત્રણ ધારાસભ્ય પદ ખાલી છે, જેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને અપક્ષ ધારાસભ્ય રાકેશ દૌલતાબાદના અવસાન પછી ધારાસભ્ય પદ ખાલી છે.

વર્તમાન વિધાનસભામાં બહુમતનો આંકડો 44 છે. ગૃહમાં BJPના 40 ધારાસભ્યો છે. એક અપક્ષ ધારાસભ્ય અને હરિયાણા લોકહિત પાર્ટીના ધારાસભ્ય ગોપાલ કાંડાના સમર્થન પછી BJP પાસે કુલ 42 ધારાસભ્યોનું સમર્થન છે. બહુમતી માટે BJPને વધુ બે ધારાસભ્યોના સમર્થનની જરૂર છે.

જ્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પાસે વિધાનસભામાં 30 ધારાસભ્યો છે. ત્રણ અપક્ષ ધારાસભ્યોના સમર્થન સાથે કોંગ્રેસ પાસે કુલ 33 ધારાસભ્યોનું સમર્થન છે. 12 ધારાસભ્યો ગૃહમાં તટસ્થ ભૂમિકામાં છે, એટલે કે તેઓ કોઈના પક્ષમાં નથી. જેમાં JJPના 10 ધારાસભ્યો, ઈન્ડિયન નેશનલ લોકદળના અભય ચૌટાલા અને અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુનો સમાવેશ થાય છે.

થોડા દિવસો પહેલા, ત્રણ અપક્ષ ધારાસભ્યોએ હરિયાણાની નાયબ સિંહ સૈની સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી લીધું હતું, ત્યારપછી રાજ્ય સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. આ ત્રણ ધારાસભ્યોએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. અપક્ષ ધારાસભ્યોના પક્ષપલટાથી રાજકીય સમીકરણો પણ બદલાઈ ગયા હતા. જો કે, સરકાર પડવાનો કોઈ ભય નથી.

હવે સવાલ એ ઊભો થાય છે કે, શું કોંગ્રેસ હવે BJPને ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે કહી શકે છે. તો જવાબ છે- ના. કારણ કે 13 માર્ચે જ નાયબ સિંહ સૈનીની સરકારે બહુમતી સાબિત કરી દીધી હતી અને નિયમ છે કે, છ મહિના સુધી કોઈ વિશ્વાસ મત ન લઈ શકાય. એટલે કે 13 સપ્ટેમ્બર સુધી કોઈ વિશ્વાસ મત માટે પ્રસ્તાવ લાવી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp