DyCM તેજસ્વી યાદવ જાપાન જઈને શું કરશે? મીડિયાના સવાલનો આ જવાબ આપ્યો

PC: enavabharat.com

બિહારના DyCM તેજસ્વી યાદવ મંગળવારે જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. આ તેમની સત્તાવાર મુલાકાત છે અને આ મુલાકાતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો જાણવા માગે છે કે, આખરે DyCM તેજસ્વી યાદવ કયા હેતુથી જાપાન જઈ રહ્યા છે? આ મુદ્દે DyCM તેજસ્વી યાદવે પોતે કહ્યું કે, તેઓ સત્તાવાર મુલાકાતે જાપાન જઈ રહ્યા છે.

પટનામાં પત્રકારો સાથે વાત કરતા DyCM તેજસ્વી યાદવે કહ્યું, 'અમે સત્તાવાર મુલાકાતે જાપાન જઈ રહ્યા છીએ. તમે જાણો છો કે બિહાર જ્ઞાન અને મહાત્મા બુદ્ધની ભૂમિ રહી છે. અમે અહીં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ અને જાપાનના લોકો પણ અહીં આવવા ઉત્સુક છે. અમે પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર જાપાનના લોકો સાથે ચર્ચા કરીશું, જેથી બિહારમાં પ્રવાસીઓની સંખ્યા વધે.'

DyCM તેજસ્વી યાદવ બિહારમાં રોકાણ લાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે અને ત્યાં આ મુદ્દે પણ ચર્ચા કરશે. અહીં તમને જણાવી દઈએ કે, બિહારમાં પ્રવાસન ક્ષેત્રને સુંદર બનાવવામાં આવી રહ્યું છે અને પ્રવાસન કેન્દ્રો વિકસાવવામાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને DyCM તેજસ્વી યાદવ જાપાનના સત્તાવાર પ્રવાસ પર જઈ રહ્યા છે.

બિહારના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે જાપાનમાં એક સ્ટોલ પણ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ એક મહત્વપૂર્ણ યાત્રા છે. જાપાનના કાનસાઈ પ્રાંતના ઓસાકામાં 26 થી 29 ઓક્ટોબર દરમિયાન ટુરિઝમ એક્સપો જાપાનનું આયોજન કરવામાં આવ્યું છે. ઓસાકામાં 26-27 ઓક્ટોબરે પ્રવાસન મંત્રીઓની કોન્ફરન્સ છે. જેમાં બિહારનું પ્રતિનિધિત્વ DyCM તેજસ્વી યાદવ કરશે. સંમેલનમાં વિશ્વભરમાંથી સરકારી પક્ષો, પ્રવાસન સંબંધિત એજન્સીઓ અને કંપનીઓ ભાગ લેશે. જેમાં ચર્ચા દરમિયાન પ્રવાસન વધારવા પર ભાર મૂકવામાં આવશે. આ સંમેલનમાં દેશના અનેક રાજ્યોના પ્રવાસન મંત્રીઓ ભાગ લેશે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા બિહારને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. DyCM તેજસ્વીએ કહ્યું કે, રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ એક મહત્વપૂર્ણ સફર છે. બિહાર મહાત્મા બુદ્ધની ભૂમિ છે. અમે જાપાન સરકાર અને તેના અધિકારીઓ સાથે પ્રવાસનને લઈને વાત કરી છે. જ્યારે 28-29 ઓક્ટોબર એટલે કે બે દિવસ માટે એક્સ્પોમાં પબ્લિક એન્ટ્રી હશે.

હાલમાં જ બિહારના CM નીતિશ કુમારે DyCM તેજસ્વી યાદવના ખભા પર હાથ મૂકીને કહ્યું હતું કે, આ બાળક અમારા માટે સર્વસ્વ છે. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે CM નીતીશ કુમારે DyCM તેજસ્વી યાદવને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે. જ્યારે પત્રકારોએ DyCM તેજસ્વી યાદવને આ વિશે પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું, 'BJPના લોકોને દરેક બાબત પર વાંધો છે. બિહારમાં કામ થઈ રહ્યું છે, નોકરીઓ આપવામાં આવી રહી છે, એકબીજામાં સારો તાલમેલ છે. અમે અમારા વચનો પૂરા કરી રહ્યા છીએ અને BJPને આની સામે વાંધો છે.'

DyCM તેજસ્વી યાદવે બિહારમાં કાયદો અને વ્યવસ્થાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, 'જો કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ તો NCRB ડેટામાં બિહાર 23મા નંબરે છે. બિહાર ગુનાના મામલામાં 23મા નંબરે છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp