રામનવમી દિવસે અયોધ્યા રામ મંદિરમાં શું થવાનું છે?
એપ્રિલ મહિનાની 17 તારીખે રામનવમી છે અને રામનવમીનો દિવસ અયોધ્યા માટે ખાસ ઉત્સવનો દિવસ હોય છે, પરંતુ આ વખતે રામ લલ્લા બિરાજમાન થવાને કારણે ઉત્સાહ બેવડાઇ ગયો છે.
22 જાન્યુઆરી 2024ના દિવસા અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને રામ લલ્લા બિરાજમાન થયા ત્યારથી લાખો શ્રધ્ધાળુઓ દરરોજ અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા પહોંચે છે.
રામ મંદિરે આ વખતે નિર્ણય લીધો છે કે રામનવમીને ધ્યાનમાં રાખીને 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન 24 કલાક ખુલ્લાં રહેશે. મતલબ કે ભક્તો જ્યારે ઇચ્છા હશે ત્યારે આ 3 દિવસ માટે દર્શન કરવા પહોંચી શકશે.
મંદિર ટ્રસ્ટે કહ્યું છે કે, આ 3 દિવસમાં લગભગ 15 લાખ શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે આવે તેવી ધારણા છે. જો ભીડ વધશે તો 18 એપ્રિલે પણ 24 કલાક દર્શન ખુલ્લાં રાખવાનો નિર્ણય લેવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp