PM મોદી 45 કલાક ધ્યાન સાધનામાં શું કરશે?

PC: onmanorama.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 જૂન, ગુરુવારે સાંજે 6-45 વાગ્યેથી ધ્યાન સાધના શરૂ કરી દીધી છે જે 1 જૂન સાંજ સુધી ચાલશે. પ્રધાનમંત્રી મોદી 45 કલાક સુધી કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે આવેલા મંડપમમાં તપ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી ગુરુવારે સાંજે હેલિકોપ્ટર દ્રારા તિરુવનંતપુરમ પહોંચ્યા હતા તેમનું હેલિકોપ્ટર 300 મીટર દુર વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ઉતર્યું હતું. સાધનામાં જતા પહેલાં પ્રધાનમંત્રીએ ભગવતી અમ્માન મંદિરે પૂજા કરી હતી અને ગર્ભગૃહની પરિક્રમા કરી હતી. ભગવતી અમ્માન મંદિર 3000 વર્ષ જુનુ છે અને ભગવાન પરશુરામે સ્થાપના કરી હોવાનું કહેવાય છે.

પ્રધાનમંત્રી 45 કલાકની સાધનામાં ડાયટ તરીકે માત્ર પ્રવાહી વસ્તુ જ લેશે, તેઓ નારિયેળ પાણી અને દ્રાક્ષનું જ્યુસ પીશે. પહેલા પર્યટકો પર પ્રતબિંધ મુકાયો હતો, પરંતુ હવે છૂટ આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp