કોંગ્રેસી ઉમેદવાર મધ્ય પ્રદેશના CMના ઘરે વોટ માગવા પહોંચ્યા
મધ્ય પ્રદેશના સિહોરમાં રાજકારણનું એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. જિલ્લાની બુધની વિધાનસભામાં કોંગ્રેસ ઉમેદવાર વિક્રમ મસ્તાલ જૈત ગામમાં પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રતિદ્વંદી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ઘરે પહોંચી ગયા. કોંગ્રેસ ઉમેદવારે ભાજપા ઉમેદવાર શિવરાજસિંહના ભાઈ નરેન્દ્ર સિંહ ચૌહાણ સહિત પરિવારના લોકો સાથે મુલાકાત કરી. ચૂંટણી પ્રચાર દરમિયાન વિક્રમ મસ્તાલના આ પગલાથી લોકો હેરાનીમાં મૂકાયા છે.
ભાજપાએ 2023ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને બુધનીથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. શિવરાજની સામે કોંગ્રેસે ટીવી એક્ટર વિક્રમ મસ્તાલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવી ચૂક્યા છે મસ્તાલ. પણ રવિવારે બુધની વિધાનસભામાં આવનારા જૈત ગામમાં તે સમયે લોકો હેરાનીમાં મૂકાયા જ્યારે કોંગ્રેસ ઉમેદવાર વિક્રમ મસ્તાલ ચૂંટણી પ્રચાર દરમિયાન વોટ માગવા સીએમ શિવરાજના ઘરે પહોંચી ગયા.
મુખ્યમંત્રીના ભાઈ અને પરિવારના લોકોએ મહેમાનની જેમ કોંગ્રેસ ઉમેદવાર વિક્રમ મસ્તાલને સન્માન આપ્યું અને ઘરમાં બેસાડ્યા. રાજકારણમાં આ અનોખા દ્રશ્યની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેને લોકો રાજકારણનું સુંદર દ્રશ્ય કહી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીર શનિવારની છે. જ્યારે બુધની વિધાનસભા ક્ષેત્રથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સામે કોંગ્રેસ ઉમેદવાર વિક્રમ મસ્તાલ જૈત ગામમાં ચૂંટણી પ્રચાક અને જન સંપર્ક માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તે મુખ્યમંત્રી શિવરાજના ઘરે પણ પહોંચ્યા અને તેમના ભાઈ નરેન્દ્ર ચૌહાણના પરિવાર સાથે મુલાકાત કરી.
જણાવીએ કે, આ પહેલા વર્ષ 2018માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયની નર્મદા પરિક્રમા યાત્રા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ગૃહગામ જૈત પહોંચી હતી. ત્યારે પણ સીએમ શિવરાજના ભાઈ નરેન્દ્ર ચૌહાણ અને તેમના પરિવારના લોકોએ પરિક્રમા યાત્રા કરી રહેલા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય તેમની પત્ની અમૃતા સિંહ સહિત યાત્રામાં સામેલ લોકોનું સ્વાગત સન્માન કર્યું હતું.
તમને જણાવીએ કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગયા અઠવાડિયે જ પોતાની પારંપરિક બુધની સીટથી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે લોકોને આગ્રહ કર્યો હતો કે તેઓ પોતાને શિવરાજ માને અને રાજકીય જીવનમાં કરવામાં આવેલા કલ્યાણકારી કામોના આધારે તેમની જીત પાક્કી કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp