CM પદ માટે ‘સરપ્રાઇઝ’ આપવાની ભાજપની સ્ટાઇલ ક્યારથી શરૂ થઇ છે?

PC: twitter.com

દેશમાં 3 રાજ્યોમાં મુખ્યમંત્રીના જે નવા ચહેરા ભાજપે પસંદ કર્યા. ભાજપની આ ‘સરપ્રાઇઝ’ આપવાની સ્ટાઇલ વર્ષ 2014થી શરૂ થઇ છે. જ્યારે પણ મુખ્યમંત્રીની પસંદગી કરવાની હોય ત્યારે ભાજપ આ સ્ટાઇલ અપનાવે છે. ચીનના લેખક સૂનત્ઝુનું એક પુસ્તક છે આર્ટ ઓફ વોર એમાં સરપ્રાઇઝથી લડાઇ જીતવાની મહત્ત્વની શૈલી બતાવવામાં આવી છે.

વર્ષ 2014માં મહારાષ્ટ્રમાં જ્યારે ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડતા હતા અને તે વખતે  CMની રેસમાં ભાજપના સિનિયર નેતા એકનાથ ખડસે અને નીતિન ગડકરીના નામ ચાલતા હતા.પરંતુ તે વખતે ભાજપે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવીને બધાને ચોંકાવી દીધા હતા. એકનાથ ખડસેએ CM બનવા માટે અનેક ધમપછાડા કર્યા હતા, પરંતુ ભાજપે તેમને દાદ આપી નહોતી. એ પછી ખડસેને સાઇડ લાઇન કરી દેવાયા અને તેમણે હારી થાકીને ભાજપ છોડી દીધું હતું અને NCPમાં ચાલ્યા ગયા હતા. નીતિન ગડકરી ચૂપ રહ્યા હતા તો તેમને કેન્દ્રીય મંત્રી તરીકેનું ઇનામ મળ્યું હતું. આવું જ હરિયાણા, ગુજરાત, કર્ણાટકમાં પણ જોવા મળ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp