શોરૂમના પહેલા માળેથી ગબડી જતા બચી ગઇ મહિન્દ્રા થાર, જાણો શું છે આખો મામલો

PC: https://www.aajtak.in

ઓટોમોબાઇલ  કંપની મહિન્દ્રાની SUV THAR માટે લગભગ દોઢ વર્ષનું વેઇટિંગ ચાલે છે, એવામાં કોઇને ડિલીવરી મળી જાય તો એના માટે ખુશીની વાત હોય શકે છે. પરંતુ THARને ઘરે લઇ  જવાના પ્રયાસમાં સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી ગઇ હતી અને કારને પણ ખાસ કોઇ મોટું નુકશાન નહીં થયું હોવાનું જાણવા મળ્યું છે.

હકિકતમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક નવી મહિન્દ્રા THAR રેલિંગ પર લટકેલી દેખાઇ રહી છે, જેના આગળના બનેં વ્હીલ હવામાં લટકી રહ્યા છે. સદનસીબે રેલિંગને કારણે કાર વચ્ચે જ અટકી ગઇ, નહીં તો  કોઇ મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી.

હકિકતમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયો માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો બેંગલુરુમાં આવેલા એક મહિન્દ્રના શોરૂમનો છે. જયાં  પહેલાં માળેથી મહિન્દ્રાની THAR કાર નીચે પડતાં પડતાં રહી ગઇ. વીડિયોમાં દેખાઇ છે કે કાર શોરૂમનો કાચ તોડીને આગળ વધે છે, પરંતુ રેલિંગ પાસે આવીને અટકી જાય છે, પરંતુ આગળના બનેં વ્હીલ હવામાં લટકી જાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કારને શોરૂમની બહાર કાઢતી વખતે ચાલકે બેલેન્સ ગુમાવી દીધું હતુ અને કાર કાચ તોડીને બહાર નિકળી ગઇ હતી, પરંતુ સદનસીબે રેલિંગ પાસે અટકી ગઇ. આખરે કારને જેસીબીની મદદથી પાછળ ખેંચી લેવામાં આવી અને શોરૂમમાં ફરી સ્થાપિત કરી દેવામાં આવી.

જો એ વાતની પૃષ્ટિ નથી થઇ શકી કે  ડ્રાઇવર સીટ પર બેઠેલો વ્યકિત ડિલીવરી લેવા આવનાર ગ્રાહક હતો કે પછી શોરૂમનો સ્ટાફ હતો. જો કે કારને ખાસ નુકશાન નહીં થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પહેલાં માળે શોરૂમમાં કાર લટકતી દેખાતા જોતજોતામાં ભીડ એકઠી થઇ ગઇ હતી. આખી ઘટના કેવી રીતે બની તેની પુરી જાણકારી મળી શકી નથી. પરંતુ લોકોએ કહ્યું હતું કે ખરેખર મોટી દુર્ઘટના ટળી ગઇ, કારણ કે ચાલું હાલતમાં પહેલે માળેથી કાર સીધી રસ્તા પર ધબાય નમા થતે તો મોટો અકસ્માત થવાની સંભાવના ઉભી થતે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp