સુપ્રીમે ગુજરાતના ફરિયાદીને ફટકાર કેમ લગાવી? તેજસ્વી યાદવ સાથે જોડાયેલો કેસ

PC: abplive.com

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સબંધિત એક કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાતની ફરિયાદીને ફટકાર લગાવી છે.

ગુજરાતી ઠગ હોય શકે છે એવા નિવેદન માટે માનહાનિના કેસનો સામનો કરી રહેલા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને મોટી રાહત મળતી દેશાઇ રહી છે.તેજસ્વી યાદવની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે તેજસ્વી યાદવે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે તો પછી કેસ કેમ ચાલુ રાખવો? બીજી બાજુ જવાબ આપવા માટે સમય આપતા સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી માટે આગામી તારીખ 29 જાન્યુઆરી નક્કી કરી છે.

જસ્ટિસ એએસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેંચે તેજસ્વી યાદવની અરજી પર સુનાવણી કરી. તેજસ્વી યાદવે તેમની અરજીમાં માનહાનિની ફરિયાદને ગુજરાતની બહાર કોઈ અન્ય જગ્યાએ, શક્ય હોય તો દિલ્હી ટ્રાન્સફર કરવાની વિનંતી કરી છે. કોર્ટે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી અને કહ્યું કે જ્યારે તેજસ્વી યાદવે નિવેદન પાછું ખેંચી લીધું છે તો ફરિયાદ પક્ષે કેસ કેમ ચાલુ રાખવો જોઈએ? તમે સૂચનાઓ લો અન્યથા અમે કલમ 142 હેઠળ સત્તાનો ઉપયોગ કરીશું.

આ પછી, જ્યારે ફરિયાદીના વકીલે આ કેસમાં જવાબ આપવા માટે સમય માંગ્યો, ત્યારે કોર્ટે સુનાવણી સ્થગિત કરી હતી. અગાઉ, RJDના નેતાની અરજી પર સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે સૌપ્રથમ ફોજદારી માનહાનિ ફરિયાદમાં સુનાવણી પર રોક લગાવી હતી અને અરજી દાખલ કરનાર ગુજરાતના રહેવાસી હરેશ મહેતાને નોટિસ ફટકારી હતી.

ગુજરાતની અદાલતે ઓગસ્ટમાં તેજસ્ની યાદવ સામે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 202 હેઠળ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને સ્થાનિક વેપારી અને કાર્યકર હરેશ મહેતા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ પર તેને સમન્સ મોકલવા માટે પૂરતા કારણો મળ્યા હતા. ફરિયાદ મુજબ, યાદવે માર્ચ 2023 માં પટનામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં માત્ર ગુજરાતીઓ જ ઠગ હોય શકે છે અને તેમની ઠગાઇને માફ કરવામાં આવશે.

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કથિત રીતે પુછ્યું હતું કે, તેઓ જો LICના પૈસા લઇને ભાગી જશે તો તેના માટે કોણ જવાબદાર હશે? તેજસ્વી યાદવનું આ નિવેદન નામ લીધા વગર ગૌતમ અદાણીના નિશાન પર હતું. પરંતુ ગુજરાતના હરેશ મહેતાએ તેજસ્વી યાદવની ટીપ્પણીને બધા ગુજરાતીઓનું અપમાન કહીને કોર્ટમાં ફરિયાદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp